News Portal...

Breaking News :

વાઘોડિયા રોડ કલા દર્શન ચાર રસ્તા પાસે રહેતા લોકોના મકાનો તોડી લાભાર્થીઓ ને આવસોના મકાન ના અપાતા વિરોધ.

2024-07-15 16:25:54
વાઘોડિયા રોડ કલા દર્શન ચાર રસ્તા પાસે રહેતા લોકોના મકાનો તોડી લાભાર્થીઓ ને આવસોના મકાન ના અપાતા વિરોધ.


શહેરના વાઘોડિયા રોડ કલા દર્શન ચાર રસ્તા પાસે રહેતા લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હતલાભાર્થીઓ ને પ્રધાનમંત્રી આવાસ યોજના ના છેલ્લા આઠ થી દસ વર્ષથી મકાન ના આપતા લાભાર્થીઓએ સોમવાર ના રોજ મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે એક પણ ગરીબ પરિવાર ઝૂંપડામાં ન રહે તે માટે તમામ ઝુપડપટ્ટીના લોકોને પાસ યોજના ના મકાનો મળે પરંતુ વાસ્તવિકતા કઈક અલગ જ છે વડોદરા શહેર વાઘોડિયા રોડ કલા દર્શન ચાર રસ્તા પાસે રહેતા લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હતા અને તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ આ લાભાર્થીઓને કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી સાથે આ તમામ લોકો ને મકાનો પણ આપવામાં આવ્યા નથી સાથે મકાનોના ભાડા પણ આપવામાં આવતા નથી 


અધિકારીઓ ફક્ત આવા ગરીબ લોકોને હેરાનગતિ કરી રહ્યા છે લાભાર્થીઓ ને માત્ર 2000 રૂપિયા ભાડું આપવામાં આવે છે પરંતુ આટલી મોંઘવારી સામે રૂપિયા 2000 નું શું થાય સાથે આ ગરીબ પરિવારો માટે સરકાર યોજનાઓ તો કાઢવામાં આવે છે પરંતુ આનો લાભ અધિકારીઓના જ સગા સંબંધીઓ ઉઠાવતા હોય છે ત્યારે કલાદર્શન ચાર રસ્તા પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના આપવાનો ફાયદો કરવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી પ્રધાનમંત્રી આવાસ મકાનો મળ્યા નહિ.ત્યારે લાભાર્થીઓએ મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

Reporter:

Related Post