News Portal...

Breaking News :

ઈન્દોરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ , ગિનિસ બુકમાં નોંધાયું નામ

2024-07-15 14:52:47
ઈન્દોરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ , ગિનિસ બુકમાં નોંધાયું નામ


ઈન્દોરે રવિવારે મઘ્યપ્રદેશ સરકારના મેગા અભિયાન માં એક પેડ માના નામ હેઠળ લોકો અને જનપ્રતિનિધિઓએ ૧૨ કલાક માં ૧૧ લાખ રોપાઓ રોપવાનો સંકલ્પ લીધો હતો.સાડા નવ કલાકમાં 12 લાખ રોપા વાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને ગીનીસ બુક માં નામ નોંધાયું. ઇતિહાસ માં જાણવાલાયક બાબત ઈન્દોર દ્વારા રચવામાં આવી છે .


૯ લાખ ૨૬ હજાર રોપા એક જ દિવસ માં રોપવાનો રેકોર્ડ ઇન્દોર દ્વારા પૂરો થયો છે. ઈન્દોરની રેવતી પર્વતમાળાઓ પર સવારે 7 વાગ્યાથી વૃક્ષારોપણ શરૂ થઈ અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહ્યું સાંજ ના ૭ વાગ્યા સુધીમાં ૧૧ લાખ રોપા રોપવાનો ટાર્ગેટ હતો પરંતુ સાંજ ના 4.૩૦ વગ્યા સુધીમાં રોપાયેલ રોપાની સંખ્યા ૧૨ લાખ સુધી થઇ ગઈ હતી.આ વૃક્ષારોપણમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ભાગ લીધો હતો અને તેમની માતાના નામ પર પીપળનો છોડ રોપ્યો હતો. મોડી સાંજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓએ ઈન્દોરની આ સિદ્ધિનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી મોહન યાદવ, કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને મેયર પુષ્યમિત્ર ભાર્ગવને આપ્યું હતું.


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ રવિવારે રેવતી રેન્જ પહોંચ્યા હતા  સાથે કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય, મોહન યાદવ, તુલસીરામ સિલાવત, મેયર પુષ્યમિત્ર ભાર્ગવ હતા.અમિત શાહે કહ્યું આ પેડ નો ઉછેર બાળકોની જેમ કરવો પડશે, ઇન્દોર માત્ર સ્વછતા અને સહકાર માટે નહીં પરંતુ હવે એક પેડ મા કે નામ અભિયાનમાં ભાગીદારી માટે પ્રસિદ્ધ બનશે અત્યાર સુધી ઇન્દોર માત્ર સ્વાચતા માટે જાણીતું હતું હવે તે ગ્રીન સિટી તરીકે  ઓળખાશે . એકજ દિવસ માં આટલી મોટી સંખ્યા માં રોપાઓ વાવીને ઇન્દોર પ્રસિદ્ધ સિટી બન્યું છે,તેમને અત્યાર સુધીમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે.ટાર્ગેટ સમય કરતા ઓછા સમય માં રોપા રોપવાનું સુંદર કાર્ય ઇન્દોર દ્વારા થયું હતું .

Reporter: admin

Related Post