News Portal...

Breaking News :

એલજી પાર્ક ટેનામેન્ટની સામે પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં આધુનિક શૌચાલય બનાવવા સામે વિરોધ

2024-12-30 14:12:31
એલજી પાર્ક ટેનામેન્ટની સામે પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં આધુનિક શૌચાલય બનાવવા સામે વિરોધ


વડોદરા : વોર્ડ નંબર 18 માં આવેલ એલજી પાર્ક ટેનામેન્ટની સામે પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં આધુનિક શૌચાલય બનવા જઈ રહ્યું છે જેને લઈને આજે વિસ્તારના લોકોએ વિરોધ કર્યો છે. 


વિરોધ કરવાનું ખાસ કારણ એ છે કે, વડોદરા માંજલપુરને પીવા માટે પૂરું પાડતી પાણીની ટાંકી છે ત્યાં આઠ ફૂટના અંતરમાં શૌચાલય બનવા જઈ રહ્યું છે અને બીજી તરફ જ્યાં શૌચાલય બની રહ્યું છે ત્યાં બહારના ભાગે છેલ્લા 27 વર્ષથી જીવા મામાનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યાં વિસ્તારના લોકો ભાવ ભક્તિથી પૂજા અર્ચના કરતા હોય છે જેને લઈને વિસ્તારના લોકોને લાગણી દુભાવી છે અને ખાસ પીવાના પાણીની ટાંકીને બાજુમાં આ સૌચાલય બનવા જઈ રહ્યું છે જો ભવિષ્યમાં શૌચાલય બનવાથી લોકોને પીવાના પાણીમાં પણ રોગચાળો ફેલાઈ શકે તેવી સંભાવના છે 


જેને લઈને વિસ્તારના લોકોએ આજે મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો જ્યારે આ સૌચાલય બનવાની શરૂઆત થઈ હતી ત્યારે વિસ્તારના લોકોએ તંત્રમાં પણ જાણકારી હતી પરંતુ કોઈના પેટનું પાણી હાલ્યું ન હતું જેને લઈને આજે વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અહીં આગળ શૌચાલય બનાવવામાં ના આવે આ શૌચાલય બીજી જગ્યા પર બનાવવામાં આવે તેવી વિસ્તારના લોકોએ મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી હતી અને વિસ્તારના લોકોએ શૌચાલયની કામગીરી બંધ કરાવવામાં આવી હતી જો આ કામગીરી શક્ય બંધ કરવામાં નહીં આવે તો વિસ્તારના લોકો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉપકારી હતી.

Reporter: admin

Related Post