News Portal...

Breaking News :

તરસાલી વિસ્તારમાં દિવાળીપુરા વસાહતમાં ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપતા સ્થાયી ચેરમેન ને રજુઆત કરી

2024-06-27 15:31:57
તરસાલી વિસ્તારમાં દિવાળીપુરા વસાહતમાં ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપતા સ્થાયી ચેરમેન ને રજુઆત કરી


વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા વસાહતના 312 મકાનના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવા ગત તારીખ 15મી જુનના રોજ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઘેરાવો કરી પથ્થરમારો કર્યો હતો. 


એટલું જ નહીં અધિકારીઓની ગાડીની આગળ સૂઈ જઈ વિરોધ કરતા આખરે કામગીરી અટકાવી દેવી પડી હતી. ત્યારબાદ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનએ પોલીસ અને એમજીવીસીએલની મદદ લઈ જર્જરિત એવા 312 મકાનોના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. તે સમયે મહિલાઓ વિરોધ કરવા બહાર નીકળી હતી પરંતુ પોલીસે તમામ મહિલાઓને ઘરમાં પરત મોકલી દીધી હતી.તરસાલી તળાવ પાસે દીવાળીપુરા સ્લમ ક્લીયરન્સ બોર્ડે 35 થી 40 વર્ષ પહેલાં બનાવેલા મકાનોને અવારનવાર કોર્પોરેશન અને ગુજરાત હાઉસીગ બોર્ડે નોટિસ આપી હતી. છતાં ખાલી કરતા નહિં હોવાથી તારીખ 15 મી જુનના રોજ કોર્પોરેશન, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પોલીસ પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવા સ્થળ પર પહોંચ્યા ત્યારે લોકોને લાગ્યું કે મકાનો તોડવા આવ્યા છે જેથી વિરોધ કર્યો હતો. 


સતત બે કલાકના ઘર્ષણબાદ કેટલાક ઉશ્કેરાયેલા રહીશો આજે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ને મળવા આવ્યા હતા અને રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ડોક્ટર શીતલ મિસ્ત્રી મીડિયા સમક્ષ જાણકારી આપી હતી કે વડોદરા શહેરના તરસાલી દીવાળીપુરાના 312 મકાન 35 થી 40 વર્ષ પહેલાં ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા 1984માં બનાવવામાં આવ્યા હતા તેઓના મકાનો જર્જરિત થઈ ગયા હોવાથી અવારનવાર મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં સ્થાનિક તે મકાનો ખાલી કરવામાં આવતા ન હતા, આવાસ જર્જરીત છે, રીપેરીંગ કરવા છતાંય મકાનની સ્થિરતા ન રહી શકે તેવી હાલત માં છે એવું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીનું કહેવું છે, મકાન ખૂબ જર્જરિત હોવાના કારણે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે, રહીશો ની વેદના ને ધ્યાનમાં રાખી ફરી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, સ્થાનિક કાઉન્સિલરો, કોર્પોરેશનના અધિકારી સાથે ફરીવાર એક મીટીંગ કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે

Reporter: News Plus

Related Post