News Portal...

Breaking News :

સોના-ચાંદીની દાણચોરી અટકાવવા આયાત જકાત ઘટાડીને છ ટકા કરવાનો પ્રસ્તાવ

2024-07-24 10:08:23
સોના-ચાંદીની દાણચોરી અટકાવવા આયાત જકાત ઘટાડીને છ ટકા કરવાનો પ્રસ્તાવ


મુંબઈ: નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે જાહેર કરેલા વર્તમાન નાણાકીય વર્ષના અંદાજપત્રના પ્રસ્તાવોમાં સોના-ચાંદીની દાણચોરી અટકાવવા અને સ્થાનિકમાં રિટેલ માગ પ્રોત્સાહિત કરવા માટે આયાત જકાત જે ૧૫ ટકા હતી 


તે ઘટાડીને છ ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬૦૨થી ૩૬૧૬નું ગાબડું પડ્યું હતું અને ભાવ રૂ. ૭૦,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં પણ ભાવ કિલોદીઠ રૂ. ૩૨૭૭ ગબડીને રૂ. ૮૫,૦૦૦ની અંદર ઊતરી ગયા હતા.ગઈકાલે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત આયાત જકાતમાં ઘટાડો થતાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૨૭૭ના કડાકા સાથે રૂ. ૮૪,૯૧૯ના મથાળે રહ્યા હતા.


તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ ઉપરાંત ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬૦૨ તૂટીને રૂ. ૬૯,૩૨૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૬૧૬ તૂટીને રૂ. ૬૯,૬૦૨ના મથાળે રહ્યા હતા. દરમિયાન લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ગુરુવારેે જાહેર થનારા અમેરિકાના જીડીપીના આગામી શુક્રવારે જાહેર થનારા પર્સનલ ક્ઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર રોકાણકારોની નજર છે.

Reporter: admin

Related Post