વોશિંગટન: નવેમ્બર મહિનામાં યોજાના રે અમે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી જો બાઇડન ખસી જાતા હવે તેમના અનુગામી તરીકે કમલા હેરીસન અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ઝુકાવશે.
ભારત માટે તો કમલા કે ટ્રમ્પમાંથી કોઈ પણ જીતે તો પણ ભારતના બંને હાથમાં લાડવા જેવી સ્થિતિ ફાયદાકારક હશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ટ્રમ્પના મિત્ર છે. ટ્રમ્પ બાઈડન સામે ગયા વખતે હારી ગયા ત્યારે મોદીએ તો ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ એવો નારો દીધો હતો, એટલું જ નહીં, કોરોના કાળ હોવા છતાં ટ્રમ્પને માટે અમદાવાદમાં લાખોની મેદની ભેગી કરીને એમને બોલાવ્યા હતા. ટ્રમ્પ પર હુમલો થયો ત્યારે પણ મોદીએ ઝડપથી ચિંતા વ્યક્ત કરી હતી.બીજી બાજુ કમલા હેરિસ તો મૂળ ભારતીય છે. અમેરિકાના પ્રભુત્વને ચીનથી મોટો ખતરો છે. ચીન અને રશિયા અમેરિકાને નબળું પાડી રહ્યા છે. ચીન ભારતનું દુશ્મન હોવાથી અમેરિકા અને ભારતના સંબંધો સારા રહેશે એમાં નવાઈ નથી.ટ્રમ્પ પર થયેલા હુમલાથી એવો ડર ઊભો થયો છે કે અમેરિકન સમાજ વધુ વિભાજિત થયો છે.
ગોરા અને કાળા વચ્ચેનું અંતર વધતું જાય છે. ટ્રમ્પના હરીફો -વિરોધીઓ એમને સરમુખત્યાર અને તાનાશાહ કહે છે.ગઈ ચૂંટણીમાં ટ્રમ્પ પરાજિત થયા હોવા છતાં એમણે પરાજય ખેલદિલીપૂર્વક સ્વીકાર્યો નહોતો. પોતાના સમર્થકોને ભેગા કરીને હુલ્લડ મચાવ્યું હતું. એમણે વિવિધ અદાલતમાં કેસ કર્યા હતા. અલબત્ત, એ બધા ટ્રમ્પ હારી ગયા હતા.અમેરિકાની ઈકોનોમી પણ નબળી પડતી જાય છે. મંદી વધતી જાય છે.બે યુદ્ધમાં સક્રિય સહભાગ લેવાથી સંસાધનો ઓછા થઈ ગયા છે. મોંઘવારી વધી છે. બાઈડનને તબિયતે સાથ આપ્યો નહીં, પરંતુ એ એક કુશળ વહીવટકર્તા હતા.એમની નીતિ સ્થિર હતી, જયારે ટ્રમ્પ તરંગી અને જીદ્દી છે.અમેરિકાની આ ચૂંટણી લોહિયાળ બની છે. બન્ને પક્ષ સંયમ અને વિવેક બુદ્ધિ નહીં રાખે તો અમેરિકામાં આંતરવિગ્રહ જેવો માહોલ સર્જાઈ શકે તથા ‘યુ એસ એ ડિવાઈડેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા’ બની શકે..!
Reporter: admin