News Portal...

Breaking News :

ગણેશ મંડળોની આસપાસ 50 મીટરની અંદર પાંચેક હોડિંગ લગાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં

2025-08-20 10:08:51
ગણેશ મંડળોની આસપાસ 50 મીટરની અંદર પાંચેક હોડિંગ લગાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં


વડોદરા કોર્પોરેશનમાં ગણેશોત્સવને લઈને મહત્વની દરખાસ્ત
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આગામી બેઠક શુક્રવારે યોજાવાની છે. આ બેઠકમાં એક મહત્વની દરખાસ્ત એજન્ડા તરીકે સામેલ કરવામાં આવી છે. 


દરખાસ્ત મુજબ, દરેક ગણેશ મંડળની આસપાસ 50 મીટરની ત્રિજ્યામાં પાંચેક હોડિંગ લગાવવાની મંજૂરી આપવામાં આવશે. કોર્પોરેશનની પરમિશન બાદ કોઈપણ હોદ્દે સરકારી હોર્ડિંગ કે વિએમસીની મિલકત પર હોર્ડિંગ લગાવવાની પરવાનગી રહેશે નહીં. ખાસ કરીને શહેરના ચાર રસ્તાઓ પર આ હોડિંગ ન લાગવા પર ભાર મૂકાયો છે જેથી વડોદરાની સુંદરતા જળવાઈ રહે, સાથે સાથે ધાર્મિક સંગઠનોની લાગણીને પણ માન આપવામાં આવે અને તહેવારના સમયમાં અનુકૂળતા રહે જે માટે આ દરખાસ્ત પહેલા સ્થાયી સમિતિમાં અને બાદમાં આગામી સામાન્ય સભામાં ચડાવવામાં આવશે.


આ તમામ હોદ્દે ન ધાર્મિક સંસ્થાઓને લાગણી અને માંગણીના આધારે થાઈ સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી છે આગામી આ દરખાસ્ત સામાન્ય સભામાં ચઢાવવામાં આવશે સંગઠનના સંકલન બાદ તેને મંજુર કરવામાં આવશે સાથે જ આ હોડીંગ ગણેશ પંડાલોની 50 મીટરની ત્રિજ્યામાં 15 દિવસ માટેજ લગાવવાના રહેશે જેનો માપદંડ પાલિકા નક્કી કરશે.

Reporter: admin

Related Post