News Portal...

Breaking News :

વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ

2025-08-20 09:59:45
વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ


રાજ્ય સરકારે યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવાની તાકીદ કરી

વડોદરા કોર્પોરેશનને પબ્લિક હેલ્થ, સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રીકલ વિભાગોમાં એન્જિનિયરોની ભરતી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (એસએએસસીઆઈ) હેઠળ વિશેષ સહાયની ગ્રાન્ટ મળવાની છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગે કોર્પોરેશનને જરૂરી કાર્યવાહી ઝડપી હાથ ધરવા જણાવ્યું છે. નાણાં મંત્રાલયે રાજ્યો માટે ખાસ સહાય યોજના જાહેર કરી છે, જેમાં વડોદરા કોર્પોરેશનને પબ્લિક હેલ્થ, સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રીકલ વિભાગોમાં એન્જિનિયરોની ભરતી કરવાની રહેશે. આમાં 50% ભરતી કોન્ટ્રાક્ટ આધારિત પણ કરી શકાશે, તેમજ એન્વાયરમેન્ટલ એન્જિનિયર અને હાઇડ્રોલોજીસ્ટની નિમણૂક ફરજિયાત કરવી પડશે.



પાણી, સુવેઝ અને સ્ટોર્મ ડ્રેનેજ માટે GIS આધારિત યુટિલિટી મેપિંગ


રાજ્ય સરકારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સપ્ટેમ્બર 2025 સુધી પાણી, સુવેઝ અને સ્ટોર્મ ડ્રેનેજ નેટવર્ક માટે GIS આધારિત યુટિલિટી મેપિંગ પૂર્ણ કરવાની તાકીદ કરી છે. તે ઉપરાંત તમામ સરકારી મિલ્કત અને પાલિકાની માલિકીની જગ્યાનું ડિજિટલ ઇન્વેન્ટરી બનાવવાની રહેશે. ઓગસ્ટના અંત સુધી ડિજિટલ ટ્વીન મોડેલિંગ સિસ્ટમ શરૂ કરવાની સાથે, યુનિક આઈડી ધરાવતા ઇન્ટિગ્રેટેડ પ્રોપર્ટી ટેક્સ પોર્ટલ લોન્ચ કરવાનું રહેશે. આવકના સ્ત્રોત વધારવા, પ્રોપર્ટી ટેક્સમાંથી આશરે 10% વધારો લાવવા અને તેનો વિગતવાર અહેવાલ રજૂ કરવા પણ પાલિકાને ફરજિયાત કરવામાં આવ્યું છે.




ઐતિહાસિક સ્થળોના પુનર્જીવન અને ગ્રીન સ્પેસ પ્રોજેક્ટ્સ

કોર્પોરેશનને શહેરના ઐતિહાસિક સ્થળોને પુનર્જીવિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને સુરસાગર તળાવ આસપાસના પ્રોજેક્ટની વિગતો રાજ્ય સરકારને મોકલવાની રહેશે. સાથે જ થીમ આધારિત ગ્રીનફિલ્ડ શહેરો, નેબરહુડ સુધારા, સ્પોન્જ શહેરો અને અર્બન ગ્રીન્સ માટે એક્શન પ્લાન તૈયાર કરવાની રહેશે. વોટર બોડી કાયાકલ્પ પ્રોજેક્ટ હેઠળ કુવાઓનું કાયાકલ્પ તેમજ પાણીની ગુણવત્તાનો અહેવાલ જીઓ ટેગ સાથે રજૂ કરવાની રહેશે. આ તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

Reporter:

Related Post