News Portal...

Breaking News :

વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિના રિપોર્ટના કામોની મંજૂરી માટેની દરખાસ્ત

2025-01-22 13:35:55
વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિના રિપોર્ટના કામોની મંજૂરી માટેની દરખાસ્ત




વડોદરા : શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી માં પૂરની પરિસ્થિતિ સર્જાતી રહે છે, તેમાં રાહત મળી રહે તે માટે રાજ્ય સરકારે પ્રોફેસર નવલાવાલા ની અધ્યક્ષતામાં તજજ્ઞોની કમિટી બનાવી હતી તેઓના અહેવાલ બાદ હવે કોર્પોરેશન નું તંત્ર એક્શનમાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખી તારી 24મી એ ખાસ સભા બોલાવી છે જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે નો અહેવાલ અને કામોની મંજૂરી માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે 
તજજ્ઞોની સમિતિએ રજૂ કરેલા અહેવાલ મુજબ વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી ઊંડી કરવી વરસાદી કાંસો ઊંડા કરવા તેમજ દેણા પાસે બપોર લેકની કામગીરી કરવામાં આવશે.



વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિના રિપોર્ટને ધ્યાને લઈ તેને બહાલી આપવા અને સદર રીપોર્ટમાં સૂચવેલ બાબતો પૈકીની સહની કામગીરીઓ ચોમાસા પહેલાં થઇ શકે તે ધ્યાને લેતાં તથા આ રીપોર્ટમાં સૂચવેલી તથા આનુષગીક અન્ય કામગીરી ક૨વા અંગેની તમામ વહીવટી સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને દરખાસ્તમાં જણાવ્યું છે.
વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ઓગસ્ટ-૨૦૨૪માં  ભારે વરસાદના કારણે પૂરના પાણી શહેરી વિસ્તારમાં ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. 


ભવિષ્યમાં આવી સમસ્યા  ઉદભવે નહિ તથા જાનમાલનું નુક્શાન થાય નહિ તે માટે વડોદરા શહે૨ને પાણી પુરૂ પાડતા આજવા, પ્રતાપપુરા સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતાં વરસાદી પાણીનું યોગ્ય વ્યસ્થાપન થાય, તે માટે વડોદરા શહેર અને તેની આસપાસનાં વિસ્તારનાં પાણીમાં નૈસર્ગિક સ્ત્રોત અને પાણીનાં નિકાલની કુદ૨તી વ્યવસ્થાને અસર કરતાં પરિબળોની સમીક્ષા કરી પૂર નિવારણ પગલાં લેવા ઉચ્ચ કક્ષાની સમિતીની રચના સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઉચ્ચ કક્ષાની સમિતીની રચના સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post