સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ તરફ થી વડોદરા ની જનતા માટે એક અવનવો કાર્યક્રમ થોડો વાંક તારો, થોડો વાંક મારો યોજાયો જેમાં વિખ્યાત વક્તાઓ કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાએ અદ્ભુત વક્તવ્ય આપ્યા.

આ કાર્યક્રમનુ શૉ ડિઝાઇન તથા કોન્સેપ્ટ અને સંચાલક ગરિમા માલવણકર હતા. કાર્યક્રમ ન મુખ્ય આયોજક જયેશ ઠક્કર છેલ્લા ૨૬ વર્ષ થી નોન કોમર્શિયલ નવરાત્રીનુ આયોજન કરે છે જ, વધુ માં જણાવતા તેમણે કહ્યું, 'પ્રથમ વાર ખીચોખીચ ભરેલા ટાઉનહોલ માં ઘણા લોકો એ પાછા પણ જવું પડ્યું. ગુજરાતી ભાષા માટે આટલી મોટી સંખ્યા માં વડોદરાવાસીઓ ઉપસ્થિત રહ્યા એનો મને આનંદ અને ગર્વ છે. આ કાર્યક્રમ ની સફળતા જોતા અમે જલ્દી ફરી આનો શૉ લાવી રહ્યા છીએ. "કાર્યક્રમ ની શરૂઆત મુકેશ માલવણકરે લખેલ કવિતા થોડો વાંક તારો, થોડો વાંક મારો અને જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસ દ્વારા ગાયેલ આ ગીત સાથે થઈ. ત્યાર બાદ બંને વક્તાઓ એ વિષય પર પ્રવચન આપ્યા અને છેલ્લા ૩૦ મિનિટ સંચાલક તથા પબ્લિક દ્વારા ક્વેશન આનસાર સેશન રાખવામાં આવ્યું જેમાં બંને વક્તાઓ દિલ ખોલીને જવાબ આપ્યા. ઉપસ્થિત મહાનુભાવો માં વડોદરા ના સાંસદ હેમાંગ જોશી, BJP શહેર પ્રમુખ શ્રી જય પ્રકાશ સોની તથા પારુલ યુનિવર્સિટી ના દેવાંશુ પટેલ ઉપસ્થિત રહ્યાં.

કાર્યક્રમ વિશે વધુ માં જણાવતા કાજલ ઓઝા વૈદ્ય કહ્યું કે, "આમ તો જીવનના દરેક તબક્કે આ મુદ્દો મહત્વનો જ છે, ‘થોડો વાંક તારો, થોડો વાંક મારો...’ મેં મારા વક્તવ્યમાં કહ્યું, ‘એક કોરો કાગળ લેજો. એમાં જીવનના પાંચ મહત્વના સંબંધોનું લિસ્ટ બનાવજો અને પછી એ સંબંધમાં હજી વધુ સારું શું થઈ શકે અથવા કદાચ મતભેદ કે મનભેદ થયા હોય તો કઈ રીતે સુધારી શકાય એ લખજો. 24 કલાક મૂકી રાખજો અને પછી જો એ કાગળ વાંચશો તો તમને સમજાશે કે જિંદગીમાં આપણે આપણા સંબંધને બચાવવા-વધુ સારો કરવા શું કરી શકીએ.’ મોટાભાગના લોકો સંબંધને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. ‘આઈ લવ યુ શું કહેવાનું? એને ખબર જ છે...’ કદાચ, એવું હોય તો પણ દરેક સંબંધને રિજુવેનાઈટ કરવાની, રિએશ્યોર કરવાની જરૂર હોય જ છે. ચાલો, આપણે સૌ શોધી કાઢીએ કે આપણો વાંક શું છે? ને પછી, જેને પ્રેમ કરીએ છીએ એને કહીએ કે, ‘થોડો વાંક તારો... થોડો વાંક મારો...’જય વસાવડાએ ખુબજ રમૂજ સાથે આ વિષય વિશે વાત કરી વડોદરાવાસીયોના નવરાત્રીના ઉજાગરા નો થાક ઉતારી દીધો. તેમની આગવી શૈલી થી લોકો ને બાણ માં લીધા અને અનેક સવાલો ના પણ ખેલદિલી પૂર્વક જવાબ આપ્યા.



Reporter: admin







