અમદાવાદ : ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે. આજે 4 ઓક્ટોબર શનિવારે સવારે જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ના નામની સત્તાવાર જાહેરાત પદગ્રહણ સમારોહ કમલમ્ ખાતે યોજાયો હતો.
જગદીશ પંચાલ એક રેલી લઈને કમલમ્ પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ ઢોલ-નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કમલમ્ ખાતે સત્તાવાર જાહેરાત બાદ જગદીશ પંચાલે ગુજરાત પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો. આ પહેલાં નરોડા પાટિયા ખાતે પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાએ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ તેમણે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યાંથી કમલમ્ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે 20 જુલાઈ 2020 થી 3 ઓક્ટોબર 2025 સુધી સી.આર. પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી હતી.
Reporter: admin







