વડોદરા:શહેર નજીકની ખાનગી કોલેજમાં અગાઉ નોકરી કરતા પ્રોફેસરની નોકરી કોરોના દરમિયાન છૂટી ગઇ હતી. ત્યારબાદ કોઇ નોકરી નહીં મળતા ટેન્શનમાં રહેતા એન્જિનિયરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોરવા આઇ.ટી.આઇ. પાસે ક્રિષ્ણા નગરમાં રહેતા ૪૦ વર્ષના એન્જિનિયર અમિતકુમાર રામજુકમાર સિંગ અગાઉ શહેર નજીકને એક કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. પરંતુ, કોરોના કાળમાં તેઓની નોકરી છૂટી ગઇ હતી. ત્યારબાદ તેઓને નોકરી મળી નહતી. જેથી, ટેન્શનમાં રહેતા હતા.
આજે સવારે તેમના માતા ઉઠાડવા જતા તેઓ ફાંસો ખાધેલી હાલતમાં હતા. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી ગઇ હતી. એન્જિનિયરના પિતા અગાઉ સી.આઇ.એસ.એફ.માં નોકરી કરતા હતા. હાલમાં તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. અમિતકુમારે લગ્ન કર્યા નહતા.
Reporter: admin







