ઘણી હોસ્પિટલો ડોક્ટર નહીં હોવા છતાં દર્દીને દાખલ કરે છે!
અલ્લાહાબાદ: ખાનગી હોસ્પિટલો દર્દીઓનો ઉપયોગ એટીએમની જેમ કરે છે. અલ્લાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે બેદરકારીના કેસમાં ડોક્ટર સામે ફોજદારી કેસ રદ કરવાની માંગને ફગાવતા આ નિવેદન આપ્યું હતું.
હાઈકોર્ટે કહ્યું કે, હવે સામાન્ય બની ગયું છે કે હોસ્પિટલો પહેલા દર્દીઓને દાખલ કરે છે અને પછી સંબંધિત ડોક્ટરને જે-તે સર્જરી માટે બોલાવે છે. તેમાં ઘણી હોસ્પિટલો ડોક્ટર હાજર ન હોવા છતાં દર્દીને દાખલ કરે છે. દાખલ કરી બિલ વસૂલ્યા કરે છે. ખાનગી હોસ્પિટલો દર્દીઓનો ઉપયોગ એટીએમની જેમ કરી રહી છે, જેમાંથી પૈસા મેળવી રહી છે.
હાઈકોર્ટે કહ્યું કે, એવા લોકો સામે કાર્યવાહી જરૂરી છે જે પર્યાપ્ત સુવિધાઓ વિના હોસ્પિટલ શરૂ કરે છે. તેઓ ફક્ત દર્દીઓ પાસેથી પોતાની મનમાની ચલાવી પૈસા કમાવવા જ હોસ્પિટલ શરૂ કરે છે. સુનાવણી દરમિયાન, કોર્ટે ડોક્ટરના દાવાને ફગાવી દીધો કે મહિલાનો પરિવાર તે સમયે ઓપરેશન માટે તૈયાર નહોતો. બેન્ચે કહ્યું કે આ સંપૂર્ણ બેદરકારી અને ગેરકાયદેસર કમાણીનો કેસ છે. ડોક્ટરે મહિલાને દાખલ કરી હતી. પરિવારે ઓપરેશન કરવાની પરવાનગી આપી હતી, પરંતુ સર્જરી માટે ડૉક્ટર ઉપલબ્ધ ન હોવાથી તે ઓપરેશનમાં વિલંબ કરી રહ્યા હતાં.
Reporter: admin







