વડોદરા : મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દિવાળી ની શુભેચ્છા બાદ પ્રથમ રીવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અધ્યક્ષ સ્થાને લેવામાં આવી છે.આ બેઠક કમિશનરના અધ્યક્ષ સ્થાને અને સહાય સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ હાજર રહ્યા હતા
આ બેઠકમાં તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી અને ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી એડમીન હસમુખ પ્રજાપતિ સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર ત્યારે ઝોનના ડેપ્યુટી કમિશનર અને જ્યારે જોના આસિસ્ટન્ટ મ્યુની.પર કમિશનર પાણી પુરવઠા અધિકારી સોલીડ ડ્રેસ અધિકારી તમામ ડિપાર્ટમેન્ટ ના અધિકારી હાજર રહ્યા હતા જે સ્વચ્છતા બાબત અને પાણીની તકલીફો ના પડે એ બાબતની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને આ બેઠકમાં ગત બજેટના કામો રહી ગયા છે તેને પ્રાધાન્ય આપવામાં આવે સાથે રોડ રસ્તા ગટર અને પાણીના કામો ઝડપથી થઈ શકે તે દિશામાં સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને કામો બાબતે ટેન્ડરની પ્રક્રિયા વહેલાસર થાય અને જલ્દીથી જલ્દી કામ શરૂ થાય તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે આવનાર સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણ પણ શરૂ થનાર હોય સ્વચ્છતા બાબતે પણ ખાસ ધ્યાન અપાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
Reporter: admin