વડોદરા : સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવા માટે કોર્પોરેશન પહોચી, પણ પોલીસ બંદોબસ્ત મળ્યો ન હતો.
પોલીસ બંદોબસ્ત ન મળતા લારી ગલ્લા દબાણકારો લારી ગલ્લા લઈને નીકળી ગયા હતા.જેસીબી મશીનો, વાહનો અને કર્મચારીઓ સાથે કોર્પોરેશનની ટીમ દબાણ તોડવા અને હટાવવા આવી હતી.પોલીસે લેખિતમાં બંદોબસ્તની બાંહેધરી માંગી બંદોબસ્ત ન ફાળવ્યો હતો.
કલેક્ટર, મ્યુનિ કમિશનર, પોલીસ કમિશનર, ભાજપ હોદ્દેદારો વચ્ચે બેઠક બાદ પણ સંકલનનો અભાવ જોવા મળ્યો હતો.બીજા દિવસે દબાણ તોડવાની કામગીરીનો ફિયાસ્કો થયો હતો.
Reporter: admin