વડોદરા : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
મોદી સરકાર પર નિશાન સીધું નિશાન સાધ્યું હતું. તેમણે મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, 'માર્ચમાં વડાપ્રધાને દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-1નું ઉદ્ઘાટન કર્યું હતું, તેની છત તૂટી પડી છે. જેમાં એક કેબ ડ્રાઈવરનું મોત થયું હતું. ત્રણ મહિના પહેલા વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલા જબલપુર એરપોર્ટની છત પણ પડી ગઈ હતી.કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વધુમાં લખ્યું હતું કે, 'માર્ચમાં વડાપ્રધાને દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-1નું ઉદ્ઘાટન કર્યું હતું, તેની છત તૂટી પડી છે. જેમાં એક કેબ ડ્રાઈવરનું મોત થયું હતું. ત્રણ મહિના પહેલા વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલા જબલપુર એરપોર્ટની છત પણ પડી ગઈ હતી. પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યું હતું કે, 'અયોધ્યામાં નિર્માણ કાર્યની ખરાબ હાલતથી સમગ્ર દેશ દુ:ખી છે. આ ભાજપનું ચંદા લો, ધંધા દોનું ભ્રષ્ટાચારી મોડલ છે, જે હવે ઉઘાડું પડ્યું છે. સવાલ એ છે કે શું વડાપ્રધાન ઉદ્ઘાટન મંત્રી જી નબળા બાંધકામ અને આ ભ્રષ્ટાચારી મોડલની જવાબદારી કોણ લેશે?'
Reporter: News Plus