News Portal...

Breaking News :

સુહાના લંડનમાં પોતાના કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે દેખાઈ

2024-06-29 09:51:02
સુહાના લંડનમાં પોતાના કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે દેખાઈ


મુંબઈ : શાહરુખની લાડલી સુહાના લંડનમાં પોતાના કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે પાર્ટી કરી રહી છે. આ વીડિયોમાં બંને જણ એક ખૂણામાં મોજ-મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે


બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની લાડકવાયી સુહાના ખાન અવારનવાર લાઈમલાઈટમાં રહે છે અને એમાં પણ ખાસ કરીને પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં તે પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. એમાં પણ હાલમાં સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં સુહાના જેની સાથે જોવા મળી છે. એ જાણીને તમે ચોંકી ઉઠશો. વાઈરલ થઈ રહેલો આ વીડિયો લંડનનો છે અને એવું કહેવાઈ રહ્યું છે કે હાલમાં શાહરુખની લાડલી સુહાના લંડનમાં પોતાના કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે પાર્ટી કરી રહી છે. આ વીડિયોમાં બંને જણ એક ખૂણામાં મોજ-મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે અને વાતો કરતાં પણ જોવા મળી રહ્યા છે.


અહીંયા તમારી જાણ માટે કે પહેલાંથી જ ઈન્ડસ્ટ્રીમાં બંનેના અફેયરની ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે અને આવી પરિસ્થિતિમાં બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં આ ચર્ચાોને ટેકો મળ્યો છે. સુહાનાએ આ પાર્ટીમાં લાઈટ પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો અને અગસ્ત્ય બ્લેક શર્ટમાં જોવા મળી રહ્યો છે.એક રિપોર્ટ મુજબ આ પાર્ટીમાં કાજોલ અને અજય દેવગણની લાડકવાયી ન્યાસા દેવગણ પણ જોવા મળી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે આ સ્ટાર કિડ્સ વેદાંત મહાજનની બર્થડે પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, સુહાના કે અગસ્ત્ય બંનેમાંથી કોઈએ પણ આ પાર્ટીને લઈને ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપ્યું નથી.

Reporter: News Plus

Related Post