વડોદરા શહેરમાં એક તરફ ચોમાસા બાદ રસ્તાઓ પર પડેલા ભયાનક ખાડા અને વરસાદી પાણીના નિકાલના અભાવે વાહનચાલકો પરેશાન છે, તો બીજી તરફ ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે સમગ્ર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ માત્ર હપ્તા ઉઘરાવે છે, પરંતુ તેની નક્કર કામગીરી આખા શહેરમાં ક્યાંય જોવા મળતી નથી. તેના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં ધોળા દિવસે ભારદારી વાહનો બેફામ દોડે છે, તો બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ સમગ્ર શહેરમાં જોવા મળે છે. રિક્ષાચાલકો તો ટ્રાફિક પોલીસને ગાંઠતા પણ નથી, કારણ કે ભરણસિંહ નામનો હવાલદાર ટ્રાફિક પોલીસની ગળચી પકડીને બેઠો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
હાલ પરિસ્થિતિ એવી છે કે આખા શહેરમાં જાણે ટ્રાફિક પોલીસનું કોઈ અસ્તિત્વ જ નથી. ઠેરઠેર 'નો પાર્કિંગ' સહિતના તમામ ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતા ભારદારી વાહનો અને રિક્ષાચાલકો સામે ટ્રાફિક પોલીસ હજુ પણ લાચાર દેખાઈ રહી છે. માત્ર અકસ્માત નિવારણના કાર્યક્રમો યોજી, મીડિયામાં પ્રેસનોટ અને બાઇટ આપી સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ વ્યસ્ત છે, પરંતુ શહેરની પ્રજા ટ્રાફિકની સમસ્યાથી કેવી રીતે પીડાઈ રહી છે તેના પર સહેજ પણ ધ્યાન આપવામાં આવતું નથી.
ન્યાયમંદિર વિસ્તારમાં તંત્ર દ્વારા 'નો પાર્કિંગ'ના બોર્ડ મારી, રેલિંગો મૂકી અને દોરડાં બાંધીને બે-પાંચ દિવસ કાયદાનો અમલ કરાવવાનો દેખાવ કરાયો હતો. પરંતુ હાલમાં આ વિસ્તારમાં બેફામ રીતે કારોનું ગેરકાયદે પાર્કિંગ ફરી શરૂ થઈ ગયું છે. ન્યાયમંદિર ફરતે પોલીસના પોતાના વાહનો પણ નિયમોનો ભંગ કરતા જોવા મળે છે. ટોઇંગ વાહનો માત્ર મધ્યમ વર્ગના સ્કૂટરચાલકોને જ લક્ષ્ય બનાવે છે, જ્યારે કારચાલકો સામે આંખ આડા કાન કરવામાં આવે છે.
તેવી જ રીતે કોઠી ચાર રસ્તા પાસે પણ મુખ્ય માર્ગની સાઇડ પર મોટી સંખ્યામાં કારો પાર્ક કરી દેવાતાં રસ્તો અત્યંત સાંકડો બની ગયો છે. કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગે છે, છતાં ટ્રાફિક જામ હળવો કરવા કે ગેરકાયદે પાર્કિંગ હટાવવા માટે ટ્રાફિક પોલીસનો એક પણ કર્મચારી ત્યાં ફરકતો નથી. શહેરની ફૂટપાથો પણ પોલીસના આશીર્વાદથી ગેરકાયદે પાર્કિંગના અડ્ડા બની ગઈ છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, મહિને માંડ ₹15,000 કમાતો સામાન્ય નાગરિક જો હેલ્મેટ વગર નીકળે, તો ઇસ્ત્રી કરેલા ટાઇટ કપડાં અને ગોગલ્સ પહેરીને ફરતા ટ્રાફિક પોલીસના અધિકારીઓ તેને ઘેરી વળીને દંડ ફટકારે છે. બીજી તરફ, પહોંચેલા ફોર-વ્હીલર માલિકો સામે કાર્યવાહી કરતાં ટ્રાફિક પોલીસના પેટનું પાણી પણ હલતું નથી. પહોંચેલા વાહનચાલકો સાથે સ્થળ પર જ ખાનગીમાં વહીવટ કરી લેવાતો હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે.

ટ્રાફિક ACP કચેરી સામે જ નિયમોના ધજાગરા
સૌથી ગંભીર બાબત એ છે કે ટ્રાફિક ACP કચેરીની બિલકુલ સામે જ રિક્ષાચાલકો ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડીને સરેઆમ નિયમોનો ભંગ કરે છે. હેડ કોન્સ્ટેબલ ભરણસિંહ જેવા કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકાના કારણે આખી પોલીસ વ્યવસ્થા બાનમાં હોય તેમ રિક્ષાચાલકો સામે કોઈ પગલાં લેવાતા નથી. બીજી તરફ, બાઇક પર દંડ વસૂલવા નીકળતા ટ્રાફિક પોલીસના પોતાના જ કર્મચારીઓ હેલ્મેટ વગર બિન્દાસ્ત ફરે છે, છતાં તેમની સામે કોઈ દંડકીય કાર્યવાહી કરવામાં આવતી નથી.
પ્રજાનો સીધો સવાલ
જો વડોદરા ટ્રાફિક પોલીસમાં ખરેખર નૈતિક હિંમત હોય, તો તેમણે ગેરકાયદે પાર્કિંગ કરનારા મોટા આકાઓ સામે લાલ આંખ કરવી જોઈએ અને હેલ્મેટ વગર નીકળતા પોતાના જ કર્મચારીઓ પાસેથી દંડ વસૂલી તેની પ્રેસનોટ જાહેર કરવી જોઈએ.

Reporter: admin