News Portal...

Breaking News :

સિકંદરપુરા નજીકથી 5 ફૂટ લાંબા ઝેરી કોબ્રાનું સફળ રેસ્ક્યુ

2026-08-07 10:51:01
સિકંદરપુરા નજીકથી 5 ફૂટ લાંબા ઝેરી કોબ્રાનું સફળ રેસ્ક્યુ

વડોદરા: સિકંદરપુરા ગામ સામે આવેલા ખુલ્લા મેદાનમાં 5 ફૂટ લાંબો ઝેરી કોબ્રા સાપ આવી ચડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખુલ્લામાં ઝેરી સાપ દેખાતા સ્થાનિક રહીશો અને બાળકોમાં ભારે અફરાતફરી મચી હતી.

ઘટનાની જાણ થતાં GSPCA સંસ્થાના વોલેન્ટિયર યશ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. વોલેન્ટિયરે ભારે જહેમત બાદ કોબ્રા સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો હતો.

ઝેરી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Reporter: admin

Related Post