વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારમાં સયાજીગંજ પોલીસે એક્શન મોડમાં આવી 'હિડન કાફે'માં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. કાર્યવાહી દરમિયાન પોલીસે કાફેની સિટિંગ એરેન્જમેન્ટ અને ગુપ્ત કેબિનની ઝીણવટભરી તપાસ કરી હતી.

પોલીસે નિયમ વિરુદ્ધના પ્રાઈવેટ સેટઅપની તપાસ કરી હતી. સાથે જ ગેરકાયદેસર અથવા અશ્લીલ પ્રવૃત્તિઓને રોકવાના હેતુથી કાફેની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન કાફે સંચાલકોના રેન્ટ એગ્રીમેન્ટ, પોલીસ વેરિફિકેશન, જરૂરી લાઈસન્સ અને અન્ય મંજૂરીઓની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત, કાફેમાં CCTV કેમેરા કાર્યરત છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ અને યુવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલા આ સઘન ચેકિંગથી નિયમભંગ કરતા કાફે સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસની આ કામગીરીને સ્થાનિકોએ આવકારી હતી.
Reporter: admin







