તહેલકાના પૂર્વ સંપાદક તરુણ તેજપાલને વર્ષ 2013ના દુષ્કર્મ કેસમાં બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે દોષિત ઠેરવી 10 વર્ષની કઠોર કેદની સજા ફટકારી છે. અદાલતે વર્ષ 2021માં ગોવાની ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દોષ છોડવાના ચુકાદાને રદ કર્યો છે.
આ કેસ નવેમ્બર 2013નો છે. જેમાં ગોવાના એક હોટલની લિફ્ટમાં મહિલા સહકર્મી સાથે કથિત યૌન શોષણ અને દુષ્કર્મ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હાઈકોર્ટે તરુણ તેજપાલને દોષિત જાહેર કર્યો છે.
સજા સંભળાવતા અદાલતે તરુણ તેજપાલને બે અઠવાડિયામાં આત્મસમર્પણ (સરેન્ડર) કરવાનો આદેશ પણ આપ્યો છે.
Reporter: admin







