વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસ જાપ્તામાં રહેલો કલમ 376નો આરોપી ફરાર થઈ ગયો. આરોપીએ પોલીસકર્મીને ધક્કો મારીને ત્યાંથી ભાગવામાં સફળતા મેળવી.

મળતી માહિતી મુજબ, આરોપીની એસએસજી હોસ્પિટલના સ્કિન વિભાગમાં સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેણે પોલીસને ચકમો આપ્યો અને કોન્સ્ટેબલને ધક્કો મારી ફરાર થઈ ગયો.
ઘટનાની જાણ થતાં જ આરોપીની શોધખોળ માટે પોલીસની ટીમો સક્રિય થઈ ગઈ છે. ફરાર આરોપીને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.

Reporter: admin







