News Portal...

Breaking News :

એએચએફ જુનિયર એશિયા કપ 2026 માટે ભારતીય મહિલા હોકી ટીમ જાહેર, ખાઈદેમ શિલેઈમા ચાનૂને સુકાનીપદ

2026-08-06 15:55:20
એએચએફ જુનિયર એશિયા કપ 2026 માટે ભારતીય મહિલા હોકી ટીમ જાહેર, ખાઈદેમ શિલેઈમા ચાનૂને સુકાનીપદ

હોકી ઈન્ડિયાએ ગુરુવારે એએચએફ જુનિયર એશિયા કપ 2026 માટે ભારતીય મહિલા હોકી ટીમની જાહેરાત કરી છે. 30 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન ચીનમાં યોજાનારી આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.

18 સભ્યોની ટીમ સાથે બે વૈકલ્પિક ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ટીમની કમાન મિડફિલ્ડર ખાઈદેમ શિલેઈમા ચાનૂને સોંપવામાં આવી છે. ચાનૂ અગાઉ પણ ટીમનું નેતૃત્વ કરી ચૂકી છે અને નવા મુખ્ય કોચ ટિમ વ્હાઇટના માર્ગદર્શન હેઠળ ટીમે ટૂર્નામેન્ટ માટે વિશેષ તૈયારી કરી છે.

જુનિયર એશિયા કપની તૈયારીઓના ભાગરૂપે ભારતીય ટીમ તાજેતરમાં જ યુનાઇટેડ કિંગડમ (યુકે)ના એક્સપોઝર પ્રવાસ પરથી પરત ફરી છે. આ પ્રવાસ દરમિયાન ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મેચોનો મહત્વપૂર્ણ અનુભવ મળ્યો, જેના કારણે તેમની તૈયારીઓ વધુ મજબૂત બની છે.

કોચ ટિમ વ્હાઇટે ટીમ પર વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે ખેલાડીઓએ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન સખત મહેનત કરી છે અને તેમના રમતમાં સતત સુધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે આ ટૂર્નામેન્ટ યુવા ખેલાડીઓ માટે એશિયાની શ્રેષ્ઠ ટીમો સામે પોતાની ક્ષમતા સાબિત કરવાની મહત્વપૂર્ણ તક છે.

એએચએફ જુનિયર એશિયા કપમાં એશિયાની ટોચની જુનિયર ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટના મેચોના કાર્યક્રમ અને પૂલની જાહેરાત સ્પર્ધા શરૂ થવાના નજીકના સમયમાં કરવામાં આવશે.

Reporter: admin

Related Post