News Portal...

Breaking News :

વાઘોડિયા રોડની શ્રીનાથજી સોસાયટીમાં મકાનમાં ઘૂસી વિશાળ પાટલા ઘો, પરિવાર ભયભીત

2026-08-07 10:58:54
વાઘોડિયા રોડની શ્રીનાથજી સોસાયટીમાં મકાનમાં ઘૂસી વિશાળ પાટલા ઘો, પરિવાર ભયભીત

વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં વિશાળ કદની પાટલા ઘો ઘૂસી આવતા પરિવાર ભયભીત બની ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાટલા ઘોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું.

વાઘોડિયા રોડ પાસે આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા બસંતભાઈના ઘરે વોશિંગ મશીનની પાછળ સાડા ત્રણ ફૂટથી વધુ લંબાઈની વિશાળ પાટલા ઘો જોવા મળી હતી. અચાનક ઘરમાં આ સરિસૃપ દેખાતા પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં રેસ્ક્યુર નિતીન સોલંકી અને પ્રિતેશ સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જરૂરી સાવચેતી સાથે બંનેએ પાટલા ઘોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે કબ્જામાં લીધી હતી.

Reporter: admin

Related Post