વડોદરાના નાગરિકોને પરિવહનની યોગ્ય અને સસ્તા દરની સુવિધા પૂરી પાડવાના નામે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા સીધા ભ્રષ્ટ અધિકારીઓ અને પાપિયા કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં હોમાઈ રહ્યા છે. સયાજીગંજ સ્થિત સિટી બસની મુખ્ય ઓફિસને જ ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દેવાઈ છે. પાલિકાના ઉચ્ચ અધિકારીઓની છત્રછાયા હેઠળ આચરવામાં આવેલા આ આર્થિક અને ગુનાહિત કૌભાંડમાં હવે કોર્પોરેશનના નાના કર્મચારીઓથી લઈને તપાસ અધિકારી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીના તમામ જવાબદારોની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઈ છે. સયાજીગંજ ખાતે બેસીને જ ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા હતા. આટલું મોટું પાપ જાહેર થયા પછી પણ વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ કૌભાંડીઓને જેલભેગા કરવાને બદલે તેમને બચાવવા માટે ઢાલ બનીને ઊભા રહી ગયા છે.

આ સમગ્ર કૌભાંડની વિગતો મુજબ, વડોદરા સિટી બસના અધિકૃત કોન્ટ્રાક્ટર વિનાયક લોજિસ્ટિક્સની છત્રછાયા હેઠળ ખાનગી શક્તિ ટ્રાવેલ્સના સંચાલકો શહેરની સત્તાવાર હદની બહાર છેક ખંભાત સુધી બેરોકટોક ગેરકાયદે બસો દોડાવતા હતા. વડોદરાથી છેક ખંભાત સુધીના બિનસત્તાવાર રૂટો પર બસો દોડાવીને મુસાફરોની ગેરકાયદે હેરફેર કરવામાં આવતી હતી. આટલું જ નહીં, મોટી ટેક્સચોરી કરીને ટીવી, ફ્રિજ જેવા મોંઘા ઇલેક્ટ્રોનિક સાધનો અને અન્ય સામગ્રીની હેરફેર પણ આ બસો દ્વારા કરવામાં આવતી હોવાની ગંભીર શંકા સેવાઈ રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે જે બસો બહારના જિલ્લાઓમાં ફરતી હતી, તેને કાગળ પર વડોદરા શહેરની અંદર દોડતી બતાવીને માઇલેજ તથા સરકારી સબસિડીના કરોડો રૂપિયા ક્લેઇમ પાસ કરાવી લેવાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા છે.
આ લૂંટ અને ગેરરીતિ સ્ટિંગ ઓપરેશનમાં જગજાહેર થયા બાદ પણ તપાસ અધિકારી અને કાર્યપાલક ઇજનેર ધર્મેશ રાણા વિનાયક લોજિસ્ટિક્સ અને શક્તિ ટ્રાવેલ્સને બચાવવાના જ ભગીરથ પ્રયાસો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના નાગરિકોના ટેક્સના નાણાંમાંથી જંગી પગાર લેતા અધિકારીઓ પ્રજાની સેવા કરવાને બદલે કૌભાંડી કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે. આવનારી 9 ઓગસ્ટે આ કૌભાંડને આખો એક મહિનો પૂર્ણ થશે, છતાં તપાસ અહેવાલ હજુ સુધી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઋતુરાજ દેસાઈને સોંપવામાં આવ્યો નથી. ડેડલાઇન હોવા છતાં હજુ સુધી તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. અતિ વ્યસ્તતા, ડેપ્યુટી સુરત ગયા હતા, હવે બદલી થઈ છે, કાલ સુધીમાં તપાસ કરાવીશું જેવા પાંગળા બહાનાં હેઠળ કૌભાંડીઓને પુરાવા ગુમ કરવા અને બચવાનો વધારાનો સમય આપવામાં આવી રહ્યો છે.
બીજી તરફ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઋતુરાજ દેસાઈ સોમવારે સાંજે એમ કહીને છટકી ગયા હતા કે, "મારે જાણવું પડશે કે અહેવાલ આપ્યો છે કે કેમ." જે અધિકારીના ટેબલ પર ફાઇલ આવીને પડી હોય, તેમને જ ખબર ન હોય કે અહેવાલ આવ્યો છે કે નહીં, તે અધિકારી જનતાની શું સેવા કરશે? ઈમાનદાર અધિકારી ખચકાટ વગર જવાબ આપતા હોય છે, પરંતુ અહીં અધિકારીઓ ફોન નંબર જોઈને ગભરાઈ રહ્યા છે. તે દર્શાવે છે કે કૌભાંડીઓને છાવરવા આખું તંત્ર એક થઈ ગયું છે.
આ આખા નાટકનો છેલ્લો અંક એવો જણાઈ રહ્યો છે કે તપાસના નામે માત્ર કાગળ પરના ધતિંગ કરીને એવો બોગસ અહેવાલ તૈયાર કરવામાં આવશે, જેમાં જવાબદારો સાફ છટકી જાય. આ બધી અંધેરી નગરી જેવા ખેલ વચ્ચે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સહિતના તમામ જનપ્રતિનિધિઓ મોં પર આંગળી મૂકીને બેસી ગયા છે. જનતા હવે કાગળ પરની પોકળ તપાસ નહીં, પરંતુ દોષિત કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓ સામે તાત્કાલિક એફ.આઈ.આર. નોંધીને તેમને જેલભેગા કરવાની માંગ કરી રહી છે.

"મારા ડેપ્યુટી આજે તપાસ કરીને મને જણાવશે"
વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા તેમનો લેખિત જવાબ રજૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ મારા ડેપ્યુટી કામમાં વ્યસ્ત હોવાથી વધુ તપાસ થઈ શકી નથી. હવે તેમની બદલી પણ થઈ ગઈ છે. તેથી આવતીકાલે તેમની પાસેથી આ સમગ્ર મામલે તપાસ કરાવીને હું અહેવાલ રજૂ કરીશ.
– ધર્મેશ રાણા, તપાસ અધિકારી
"હજુ તપાસ અહેવાલ મળ્યો નથી"
તપાસ અહેવાલ હજુ સુધી મારા ટેબલ પર આવ્યો નથી. હું તપાસ કરું છું કે અહેવાલ કેમ આવ્યો નથી.
– ઋતુરાજ દેસાઈ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DYMC)

Reporter: admin