News Portal...

Breaking News :

વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં MSME માટે ₹15 કરોડ સુધીની નવી તકોના દ્વાર ખુલ્યા

2026-08-07 10:39:39
વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં MSME માટે ₹15 કરોડ સુધીની નવી તકોના દ્વાર ખુલ્યા

વડોદરામાં MSME-DFO અમદાવાદ, MSME મંત્રાલય અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ગુજરાત રિફાઇનરીના સંયુક્ત ઉપક્રમે તેમજ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (VCCI)ના સહકારથી 6 અને 7 ઓગસ્ટ દરમિયાન સ્પંદન હોલ ખાતે બે દિવસીય વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (VDP) યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યોમાંથી 250થી વધુ MSME એકમોએ ભાગ લીધો હતો.


કાર્યક્રમ દરમિયાન MSME એકમોએ કેન્દ્રીય જાહેર ક્ષેત્રની સંસ્થાઓ (CPSUs), સરકારી વિભાગો અને અન્ય સ્ટેકહોલ્ડર્સ સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રક્રિયામાં અંદાજે ₹10થી ₹15 કરોડના નવા વ્યાપારીક અવસરો ઉભા થયા હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

કાર્યક્રમમાં 20 સ્ટોલ સાથે વેન્ડર પ્રદર્શન પણ યોજાયું હતું. તેમાં CPSUs, બેંકો અને MSME એકમોએ પોતાના ઉત્પાદનો, સેવાઓ અને ખરીદી પ્રક્રિયાની માહિતી રજૂ કરી હતી. આ પ્રદર્શનની 350થી વધુ લોકોએ મુલાકાત લઈ વેન્ડર નોંધણી, સરકારી ખરીદી પ્રક્રિયા અને વિવિધ વ્યવસાયિક તકો અંગે માહિતી મેળવી હતી.

બે દિવસ દરમિયાન 20થી વધુ ટેકનિકલ અને નિષ્ણાત સત્રો યોજાયા હતા. તેમાં IOCL, ONGC, NTPC, GAIL, POWERGRID, Engineers India Limited, પશ્ચિમ રેલવે, GeM, SIDBI, NABL, MSEFC, EEPC, FIEO, રક્ષા મંત્રાલય અને MSME મંત્રાલયના અધિકારીઓએ જાહેર ખરીદી નીતિ, વેન્ડર નોંધણી, નિકાસ પ્રોત્સાહન, GeM રજીસ્ટ્રેશન, MSME લોન, ડીલે પેમેન્ટ મેનેજમેન્ટ, IPR અને TReDS સહિતના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમ MSME એકમો અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ વચ્ચે વ્યવસાયિક જોડાણ મજબૂત કરવા તેમજ સ્થાનિક ઉદ્યોગોને નવી તકો ઉપલબ્ધ કરાવવામાં અસરકારક સાબિત થયો હતો.

Reporter: admin

Related Post