વડોદરાની નારી શક્તિ વડાપ્રધાનનું સ્વાગત અને સન્માન કરશે...
હવે વિકાસ ગાંડો થશે,,,થોડા દિવસ માટે શહેર સ્વચ્છ સુંદર લાગશે...

ઓપરેશન સિંદૂર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27મેના રોજ ગુજરાત આવશે. પીએમ મોદી કચ્છના ભૂજની મુલાકાત લે તેવી અપેક્ષા છે અને ત્યારબાદ લોકોમોટિવ રોલિંગ સ્ટોક વર્કશોપનું ઉદ્ઘાટન કરવા દાહોદ જશે.. મળતી માહિતી મુજબ પીએમ મોદી વડોદરા એરપોર્ટ આવશે અને અહીંથી દાહોદ જશે. વડોદરા શહેર સંગઠન દ્વારા પણ પીએમના સ્વાગત માટેની તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. સવારે 10-30 વાગે વડોદરા એરપોર્ટની બહાર વડાપ્રધાન મોદીનો 30 મિનીટનો સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજાશે અને વડોદરાની નારી શક્તિ વડાપ્રધાનનું સ્વાગત અને સન્માન કરશે. વડાપ્રધાન મોદીના આગમનને વધાવવા વડોદરા શહેર ભાજપ સંગઠનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર ભાજપ સંગઠન દ્વારા પીએમના સ્વાગત કાર્યક્રમને ભવ્ય બનાવવા તૈયારીઓ શરુ કરી દેવાઇ છે તો કોર્પોરેશન, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓમાં પણ આ કાર્યક્રમ માટે તડામાર તૈયારી શરુ કરવામાં આવી છે. આ સિમીત રોડ શૉ અથવા સભા માટે સંખ્યા એકત્રિત કરવા સહિતની ચિંતા માટે પાલિકામાં આજે કમિશનર સહિત અધિકારીઓ, મેયર, ચેરમેન સહિત પદાધીકારીઓની ખાસ બેઠક મળી હતી. બીજી તરફ વડોદરા પોલીસ પણ પીએમના આગમનના પગલે એલર્ટ બની ગયું છે. વડાપ્રધાનની સુરક્ષા માટે પોલીસ દ્વારા અત્યારથી જ કામગિરી શરુ કરી દેવાઇ છે.
શહેરની નારી શક્તિ પીએમ મોદીનું સન્માન કરવા 1 કિમીની સન્માનયાત્રા યોજશે...
26મીએ વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીએ બહેનોને ન્યાય અપાવ્યો છે., જ્યારેથી તે વડાપ્રધાન બન્યા છે ત્યારથી આતંકવાદી પ્રવૃત્તિઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ કરેલી કામગિરીથી દેશવાસીઓ ગૌરવ અનુભવે છે. તે દાહોદ જઇ રહ્યા છે તે માટે વડોદરામાં પણ તૈયારી કરી રહી છે. શહેરની નારી શક્તિ પીએમ મોદી નું સન્માન કરવા 1 કિમીની સન્માનયાત્રા યોજવામાં આવે છે. તેઓ ઓપરેશન સિંદૂર બાદ પીએમ પહેલી વાર વડોદરામાં તેમની કર્મભૂમિ ખાતે આવી રહ્યા છે. તેમના સ્વાગત અને સન્માન માટે શહેર થનગની રહ્યું છે.
પિંકી સોની, મેયર, વડોદરા

એરપોર્ટની બહાર 1 કિમીના રુટ પર સન્માન યાત્રા...
ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત વડાપ્રધાન શહેરમાં આવી રહ્યા છે. તેથી એરપોર્ટ બહાર સ્વાગત અને સન્માન યોજવામાં આવશે. પદાધીકારીઓ અને અધિકારીઓએ આ માટે તડામાર તૈયારી કરાઇ રહી છે. આ રોડ શો નહી પણ 15 મિનીટનો સન્માન સમારોહ છે. વડોદરાના નાગરીકો વડાપ્રધાનનું સન્માન અને સ્વાગત કરશે. એરપોર્ટની બહાર 1 કિમીના રુટ પર સન્માન યાત્રા છે.
બહેનો મોદી સાહેબનું સન્માન કરશે...
પોતાની દાહોદ મુલાકાત દરમિયાન પીએમ અડધો કલાક વડોદરામાં રોકાશે ત્યારે વડોદરાના નાગરિકો વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરશે અને બહેનો મોદી સાહેબનું સન્માન કરશે. સન્માન યાત્રામાં મોટી સંખ્યામાં બહેનો એકત્ર થાય તે માટે સરકારી તંત્ર અને સ્વૈચ્છીક સંગઠનો દ્વારા કામગિરી શરુ કરાઇ છે.
ડો.શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્થાયી સમિતી


Reporter:







