News Portal...

Breaking News :

કમાટીબાગના કસરતના કાટ ખાઇ રહેલા સાધનોનું મેઇન્ટેનન્સ આખરે શરુ

2025-05-21 10:41:18
કમાટીબાગના કસરતના કાટ ખાઇ રહેલા સાધનોનું મેઇન્ટેનન્સ આખરે શરુ


મીડિયાએ ખાસ અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું 




વડોદરાના કમાટીબાગમાં કોર્પોરેશન દ્વારા મુકવામાં આવેલા કસરતના સાધનોમાં મોટાભાગના કસરતના સાધનો કાટ ખાઇ રહ્યા છે અને તેની યોગ્ય નિભાવણી અને જાળવણી કરવામાં ના આવી હોવાથી લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી તે અંગેનો ગુજરાતની અસ્મિતાએ ખાસ અહેવાલ પ્રદર્શિત કર્યો હતો અને કોર્પોરેશન તંત્રને નિન્દ્રામાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતની અસ્મિતાના આ અહેવાલની કોર્પોરેશન તંત્ર પર અસર પડી છે અને કાટ ખાઇ રહેલા આ કસરતના સાધનોનું મેઇન્ટેનન્સ શરુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિટ ઇન્ડિયાની મૂવમેન્ટ ચલાવીને લોકોને પોતા સ્વાસ્થ્ય માટે જાગૃત કરવાના પ્રયાસો કરે છે ત્યારે વડોદરા કોર્પોરેશનનું તંત્ર વડાપ્રધાનના આ અભિયાન પર જ બ્રેક લગાવી રહ્યું છે. વડોદરાના કમાટીબાગમાં મોટા ઉપાડે કસરત કરવા સાધનો તો લગાવી દેવાયા છે પણ તેની નિભાવણી અને જાળવણી કરવામાં કોર્પોરેશનના અધિકારીઓ સંદતર નિષ્ફળ ગયા હતા. 


લાખો રુપિ.ના ખર્ચે ત્રણ ચાર વર્ષથી કમાટીબાગમાં કોર્પોરેશને કસરતના સાધનો લગાવ્યા છે. કમાટીબાગમાં રોજ વહેલી સવારે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ મોર્નીંગ વોક કરવા આવે છે અને મોર્નીંગ વોક બાદ તેઓ આ સાધનોનો ઉપયોગ કરીને કસરત કરે છે. જો કે ખાટલે મોટી ખોડ એ છે કે આ કસરતના સાધનોનું ઓઇલિંગ પણ કરવામાં આવતું નથી જેના કારણે ઘણા કસરતના સાધનો તો એવા છે કે તેનો ઉપયોગ કરવા માટે વ્યક્તિને ભારે જોર લગાવવું પડે છે. યોગ્ય નિભાવણી અને જાળવણી એટલે કે મેઇન્ટેનન્સ કરવામાં જ આવ્યું નથી જેથી કસરતના આ સાધનો યોગ્ય રીતે ચાલતા નથી અને લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ પણ કરી શકતા નથી. રોજ મોર્નીંગ વોક કરીને કસરત કરવા આવતા લોકો કસરતના આ સાધનોની દૂર્દશા જોઇને કસરત કર્યા વગર જ પરત ફરે છે. તમે જ્યારે લાખોના ખર્ચે આ સાધનો લગાવો છો ત્યારે એટલું તો ધ્યાન રાખો કે તેનું મેઇન્ટેનન્સ થાય છે કે કેમ. વગર મેઇન્ટેનન્સે લોકો આ કસરતના સાધનોનો ઉપયોગ કઇ રીતે કરી શકશે. બે વર્ષ થયા છકતાં કસરતના આ સાધનોનું ઓઇલિંગ કરવામાં આવ્યું જ નથી. નવાઇની વાત એ છે કે આ સાધનો જ્યાં રખાયા છે તે જગ્યાથી મ્યુનિ.કમિશનરનો બંગલો 500 મીટર જ દુર છે. આખરે કોર્પોરેશનનું તંત્ર આજે જાગ્યુ છે અને મેઇન્ટેનન્સની કામગિરી શરુ કરી છે.

Reporter: admin

Related Post