જિલ્લા ભાજપ પ્રમુખે તાલુકા અને જિલ્લાના હોદેદારોની વરણી કરી..
સત્તા દ્વારા સેવા એવા કોઈ સંસ્કાર ભાજપના નથી
ભાજપ સંગઠન દ્વારા સેવાના સૂત્રથી ચાલે છે.
જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારોની વરણી કરી છે. જો કે હજું પણ શિનોર, વાઘોડિયા અને કરજણના હોદ્દેદારોની નિમણુક બાકી છે,. જો કે રસિક પ્રજાપતિએ આ હોદ્દેદારોને અભિનંદન આપતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકી છે તેમાં તેમણે જણાવ્યું છે કે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન..આશા છે કે આપ સૌ સત્તા દ્વારા સેવા ના ભાજપના સંસ્કારને સાકાર કરીને સંગઠનને વધુ મજબૂત કરશો. જિલ્લા પ્રમુખની આ પોસ્ટ જોઇને ભાજપના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ કે જેમણે ભાજપને સત્તા સુધી પહોંચાડવા પોતાની જાતને ઘસી નાખી છે તેઓ ચોંકી ઉઠ્યા છે, પ્રમુખ તરીકે તેમણે સત્તા દ્વારા સેવા ના ભાજપના સંસ્કારનો ઉલ્લેખ કર્યો છે. રસિક પ્રજાપતિને કદાચ ખબર નહીં હોય કે ભાજપના સંસ્કાર આવા ક્યારેય રહ્યા જ નથી. સંઘ અને ભાજપના પાયાના કાર્યકરો સેવાના માધ્યમથી જોડાયેલા છે. તેમના માટે સત્તા મહત્વની નથી પણ જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિને તેનો ખ્યાલ જ નથી. આટલા મોટા હોદ્દા પર રહેલા રસિક પ્રજાપતિને શું એટલી સમજ નથી કે ભાજપના સંસ્કાર સત્તાના નથી. સત્તા દ્વારા જ સેવા કરી શકાતી નથી તે તેમણે સમજવું જોઇએ. ભાજપના એવા ઘણા કાર્યકરો છે કે જેમણે પોતાની જાત ઘસી નાખી છે ત્યારે રસિક પ્રજાપતિ જેવા નેતાઓ સત્તાનો સ્વાદ ચાખી રહ્યા છે. આ સત્તા એમને એમ રાતોરાત ભાજપને મળી નથી પણ વર્ષોના સંઘર્ષ પછી મળી છે ભાજપના કાર્યકરો અને નેતાઓ શું સત્તા દ્વારા સેવા કરવા પક્ષમાં આવ્યા છે તે પ્રશ્ન થાય છે. લોકોમાં તમે રાત દિન કામ કર્યું ત્યારે લોકોએ તમને સત્તા સ્થાને પહોંચાડ્યા છે. જ્યારે પ્રજાના આશિર્વાદ તમામા માથા પરથી ઉતરી જશે અને તમે સત્તા વગરના થઇ જશો ત્યારે શું તમે પ્રજાની સેવા નહી કરો તેવો સવાલ ઉભો થયો છે. છેલ્લા ઘણા સમયથી એવા ઘણા નેતાઓ ફૂટી નિકળ્યા છે જેમને સત્તા અને સેવાનો અર્થ જ ખબર નથી. તેમના માટે તો સત્તા દ્વારા સેવા નહી પણ સત્તા દ્વારા મેવા એ હકિકત વ્યાજબી ગણાય છે. રસિક પ્રજાપતિએ ભાજપના નેતાઓ અને કાર્યકરોની માફી માગવી જોઇએ કારણ કે તેમણે પક્ષની છબી ખરડાવી છે. રસિક પ્રજાપતિની આ પોસ્ટની પ્રદેશ કક્ષાએ પણ ગંભીર નોંધ લેવાઇ છે, જો જિલ્લા પ્રમુખ થઇને તેઓ આવી પોસ્ટ મુકે તો તેઓ પોતાના કાર્યકર સામે શું એક્શન લઇ શકશે.
ભાજપ દ્વારા જાણકારી વગરના નેતાને હોદ્દા પર બેસાડાય ત્યારે આવું જ થાય
જિલ્લા ભાજપ પ્રમુખને સત્તા અને સંગઠનની વચ્ચે શું ફેર છે તેની ખબર જ નથી અને બંને વચ્ચે શું અંતર છે તે પણ ખબર નથી.સત્તા એટલે પબ્લિક મત આપે ચૂંટણી જીતે ત્યારે સત્તા મળે.સંગઠન એટલે ચાર વ્યકતિ ભેગા થાય અને કામ સોંપે એને સંગઠન કહેવાય."સત્તા દ્વારા સેવા" એવા કોઈ સંસ્કાર ભાજપના નથી. ભાજપ "સંગઠન દ્વારા સેવા" ના સૂત્રથી ચાલે છે.પાર્ટી આવા જાણકારી વગરના નેતાને મહત્વના હોદ્દા જે પ્રમુખ નો છે એના પર બેસાડે ત્યારે આવું જ થાય. રસિક પ્રજાપતિની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ છે.
Reporter: admin