વડોદરાના ફરી ભાગ્ય ખુલ્યા. રોડ રસ્તા ચમકી જશે. આર્ટિફિશિયલ ડેકોરેશન થઈ જશે.થોડા દિવસ માટે વડોદરા સ્વચ્છ સુંદર લાગશે...
ઓપરેશન સિંદૂર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ ગુજરાત આવે તેવી શક્યતા છે. પીએમ મોદી કચ્છના ભૂજની મુલાકાત લે તેવી અપેક્ષા છે અને ત્યારબાદ લોકોમોટિવ રોલિંગ સ્ટોક વર્કશોપનું ઉદ્ઘાટન કરવા દાહોદ જશે.વડાપ્રધાન મોદીની 26 મેના રોજ યોજાનારી મુલાકાત માટે તૈયારીઓ ચાલી રહી છે. તેઓ ભૂજ અને દાહોદ બંને જગ્યાએ જાહેર સભાઓને સંબોધિત કરશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી વડોદરા સવારે આવશે અને સ્વાગત વિધિ કરવામાં આવશે ત્યાર બાદ અહીંથી દાહોદ જશે.
વડોદરા શહેરમાં પીએમના સ્વાગત માટેની તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. પીએમઓમાંથી મંજૂરી મળે તો પીએમ મોદીનો ને લઇ સંગઠને તૈયારીઓ શરુ બીજી તરફ વડોદરા પોલીસ, કલેકટર સહીત સબંધીત વિભાગો એ પણ પીએમના આગમનના પગલે એલર્ટ બની ગયું છે. વડાપ્રધાનની સુરક્ષા માટે તંત્ર દ્વારા અત્યારથી જ કામગિરી શરુ કરી દેવાઇ છે.
Reporter: admin