News Portal...

Breaking News :

વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ અચાનક ઠપ્પ? 100 દિવસના લક્ષ્યાંકને ઘોળીને પી ગયા કોન્ટ્રાક્ટરો

2025-05-20 10:24:08
વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ અચાનક ઠપ્પ? 100 દિવસના લક્ષ્યાંકને ઘોળીને પી ગયા કોન્ટ્રાક્ટરો


મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી એક વાર કામગીરી જોઇ ગયા. ત્યારબાદ  નક્કર કામગીરી થઇ જ નથી..
બાબુજી, રાણાજીએ ગઠન કરેલી ટીમને ભરોસે રહેતા નહીં. પોતાની નવી ટીમ બનાવો. સતત મોનિટરિંગ રાખવું અનિવાર્ય છે.. 


રાણાજીએ આખું વર્ષ કોઈ પ્લાનિંગ કર્યું નહીં. છેલ્લા 100 દિવસોને ભરોસે રહ્યા. રાજ્ય સરકારનાં રીપોર્ટ મુજબ કામમાં ભલીવાર નહીં આવતા રાણાજીને ગાંધીનગર ભેગા કરવા પડ્યા. જવાબદારી બાબુજી ઉપર ઢોળાઈ...

100 દિવસમાં કામ પુર્ણ થવાની મોટી ગુલબાંગો  પોકારતા નેતાઓ અને કોર્પોરેશનના શાસક તથા અધિકારીઓએ સ્થળ પર જોઇને જોવું જોઇએ કે કેટલું કામ થયું છે.કાગળનાં ઘોડા દોડાવતા નહી. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ લગભગ થંભી ગયું છે. માંડ 60 ટકા કામ થયું છે. તેમ કોર્પોરેશન કહે છે હકીકત બધા જાણે છે કે જયારે શહેરમાં પહેલો વરસાદ પડશે,ને રસ્તાઓ ઉપર પાણી ભરાશે.કોર્પોરેશનના જાડી ચામડીના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો 100 દિવસના લક્ષ્યાંકને ઘોળીને પી ગયા છે. તેઓ કોઇને ગાંઠે તેવા પણ નથી. મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી એક વાર કામગીરી જોઇ ગયા. ત્યારબાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં કંઇ જ નક્કર કામગીરી થઇ જ નથી. જો અચાનક કોઇ નેતાની મુલાકાત નક્કી થાય તો તેમને મંગલ પાંડે રોડની વિશ્વામિત્રીની કામગીરી જ ફરીને ફરી બતાવી દેવામાં આવે છે. એકંદરે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ ઠપ્પ થઇ ગયું છે. અત્યારે પણ જેટલું કામ થયું છે તે માત્ર સિંગલ સાઇડ કામ થયું છે. બંને તરફ કામ થાય તો જ થોડું ઘણું પણ પરિણામ મળી શકે તેમ છે. આમ તો શરુઆતથી જ કામ યોગ્ય રીતે થયું જ ન હતું. 



વડોદરાવાસીઓએ પૂર માટે તૈયાર રહેવું જ પડશે...
રાણાજીના રાજમાં માટી કાઢવાનું કૌંભાડના નામે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ થતું હતું . નવા કમિશનર આવ્યા બાદ થોડા દિવસ કામમાં ગતિ આવી પણ કોણ જાણે કેમ પણ હવે આ કામ બંધ થઇ ગયું છે. કોર્પોરેશનના અધિકારીઓને પણ લાગવા માડ્યું છે કે 100 દિવસમાં કામ થશે જ નહી. શાસક પક્ષના નેતાઓ તો હવામાં જ ઉડે છે. અગાઉ અમને એક એન્જિનીયરે જ નામ આપ્યા વગર કહ્યું હતું કે અત્યાર સુધી માત્ર સિંગલ સાઈડ જ કામ થયું છે બીજી તરફ કામ તો હજુ શરુ જ થયું નથી. કામ તો શું પણ માર્કીંગ અને માપણી પણ થઇ નથી. આવું ને આવું ચાલશે તો વિશ્વામિત્રી પ્રોજેક્ટની ઘોર ખોદાઇ જશે તે તો નક્કી જ છે પણ આ વખતે પણ વડોદરાવાસીઓએ પૂર માટે તૈયાર રહેવું જ પડશે તે પણ નક્કી છે. ભણેલા પણ ગણેલા નથી તેવા ચેરમેનની સલાહ મુજબ દરેક સોસાયટીવાળાઓએ તથા સક્ષમ હોય તેવા વડોદરાવાસીઓએ તરાપા વસાવી લેવા હિતાવહ છે.

Reporter: admin

Related Post