News Portal...

Breaking News :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે સાસણમાં સિંહ દર્શન કરવા પહોંચ્યા

2025-03-03 09:54:03
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે સાસણમાં સિંહ દર્શન કરવા પહોંચ્યા


જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતાં. 


જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે સોમનાથદાદાના દર્શન-પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ તેઓ સાસણમાં પહોંચ્યા હતા.જ્યાં વડાપ્રધાન મોદીની ઝલક માટે સોમનાથ બાદ સાસણમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.


સોમનાથથી હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું. PMની એન્ટ્રી થતાં જ મોદી..મોદી..ની બુમોથી ગીર ગૂંજી ઉઠ્યું હતું. સાસણમાં મોદીએ રાત્રી રોકાણ કર્યું હતું. જે બાદ વહેલી સવારે સિંહ દર્શન કરવા પહોંચ્યા છે.

Reporter: admin

Related Post