વડોદરા : છાણીના નવાપુરા ફળિયામાં રહેતા જયરુત પટેલે પોલીસને કહ્યું છે કે,મારા પડોશમાં રહેતા આશિષભાઇએ યુકે જવા માટે પ્રોસેસ કરી હોવાથી મેં પણ તેમના એજન્ટ મયૂર પટેલનો નવેમ્બર-૨૦૨૨માં સંપર્ક કર્યો હતો.
મયૂરે મારે ઘેર આવી પ્રોસેસ સમજાવી હતી અને ટુકડે ટુકડે ૨૪ લાખ લીધા હતા.એમ કે ઇમિગ્રેશનના નામે વિઝાનું કામ કરતા મયૂરે મને યુકેની સ્ટ્રોક્વાયડ ગ્લાસ યુનિ.નો ઓફર લેટર અને કન્ફર્મેશન લેટર પણ મોકલ્યો હતો. ત્યારબાદ તેણે મેડિકલ ઇન્સ્યોરન્સ તેમજ અન્ય કાર્યવાહીના નામે ટુકડેટુકડે ૨૪ લાખ પડાવ્યા હતા.વિદ્યાર્થીએ કહ્યું છે કે,મારા લેટરમાં આપેલા ટાઇમ ટેબલ મુજબ યુનિ.નું સત્ર તા.૨૨-૧-૨૩થી શરુ થનાર હતું.
પરંતુ ફેબુ્રઆરી-૨૩ સુધી મારો પ્રોસેસ નહિં થતાં મેં મયૂરનો સંપર્ક કર્યો હતો.પણ તે ફોન રિસિવ કરતો નહતો.ત્યારબાદ વાઘોડિયા જઇ તપાસ કરતાં તે ઘેર પણ આવતો નહિં હોવાની આવી રીતે અગાઉ પણ લોકો સાથે છેતરપિંડી કર્યાની વિગતો જાણવા મળી હતી. વળી તેણે મારા મેલ એડ્રેસને બદલે યુનિ.ને તેનું મેલ એડ્રેસ આપ્યું હતું.જેથી છાણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Reporter: admin