મુંબઈ : ટોચની સિંગર શ્રેયા ઘોષાલનું એક્સ એકાઉન્ટ ગઈ તા. ૧૩મી ફેબુ્રઆરીથી હેક થઈ ગયું છે અને તેને કોઈ દાદ આપતું નથી.
શ્રેયાએ પોતે જ આ હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું કે તે અને તેની ટીમ આ એકાઉન્ટની એક્સેસ પાછી મેળવવા માટે તમામ પ્રયાસો કરી છૂટયાં છે પરંતુ તેમને કોઈ મદદ મળતી નથી. તેણે કહ્યું હતું કે પોતે આ એકાઉન્ટમાં લોગ ઈન પણ કરી શકતી નથી અને તેના કારણે તે તેને ડિલીટ પણ કરી શકે તેમ નથી. તેણે કહ્યું હતું કે પોતે એક્સ પ્લેટફોર્મનો પણ વારંવાર સંપર્ક કર્યો છે પરંતુ તેને ઓટો જનરેટેડ રિસ્પોન્સ સિવાય કશું મળતું નથી.
તેણે તેના ચાહકોને આ એકાઉન્ટ પરથી પોસ્ટ થતા કોઈપણ મેસેજ કે અન્ય એક્ટિવિટી વિશે સાવધ રહેવા પણ જણાવ્યું છે. અનેક ચાહકોએ શ્રેયાની વ્યથાનો પડઘો પાડયો છે અને એવી લાગણી વ્યક્ત કરી છે કે તેના જેવી સેલિબ્રિટીના એકાઉન્ટ બાબતે એક્સ ઈન્ડિયાએ સામે ચાલીને કોઈ પહેલ કરવી જોઈએ.
Reporter: admin