વડોદરા :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી મે એ દાહોદની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કચેરીએ તમામ ટોલનાકા પર વાહનોને ટોલ ફ્રી કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે.

વડાપ્રધાનની જાહેરસભા દાહોદના ખરોડ (ડોકી) મુકામે યોજાશે. વહીવટી તંત્રએ જનમેદનીની બેઠક વ્યવસ્થા માટે 12 સેક્ટરનું આયોજન કર્યું છે. સેક્ટર A માં સર્વિસમેન, મીડિયા અને VVIPની બેઠક વ્યવસ્થા રહેશે. સેક્ટર B માં VVIP અને VIP માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સેક્ટર C અને D માં દાહોદ તાલુકાના લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે. સેક્ટર E અને F માં ઝાલોદ તાલુકા અને સિંગવડના લોકો બેસશે.

સેક્ટર G માં લીમખેડા અને સેક્ટર H માં ગરબાડા તાલુકાની વ્યવસ્થા કરવામાં આવી છે. સેક્ટરમાં સંજેલી અને ધાનપુર તાલુકાના લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે. સેક્ટર J માં ફતેપુરા અને મહીસાગરના લોકો બેસશે. સેક્ટર K માં દેવગઢ બારીઆ, મહીસાગર અને પંચમહાલના લોકો માટે વ્યવસ્થા કરાઈ છે. સેક્ટર L માં છોટાઉદેપુર અને પંચમહાલના લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે.
Reporter: admin







