વડોદરા : રાવપુરા મચ્છી પીઠ વિસ્તારમાં 15 દિવસ પહેલા ભૂવો પડયો હતો ત્યારે પાલિકા દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરતા આજે ભૂવાની કામગીરી દરમિયાન પાણીની લાઈન લીકેજ થતા પાણીનો ફુવારો જોવા મળ્યો હતો.

ઉનાળાની સિઝનમાં વડોદરાના અનેક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી મોકલવામાં આવતું હોય છે ત્યારે વડોદરા શહેર મચ્છી પીઠ વિસ્તારમાં આવેલ છેલ્લા 15 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા પાલકી ગુણવત્તા નું કામગીરી કરી જતા રહે છે

પરંતુ યોગ્ય રીતે સમારકામ ન કરતા આજે ભુવાની કામગીરી કરતા પાણીની લાઈનમાં લીકેજ થતા ફુવારો જોવા મળ્યો હતો. પાણીની લાઈન લીકેજ થતા હજારો ગેલન લીટર પાણી રોડ પર વહી ગયું સવાલ એ છે કે વડોદરા મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો વડોદરા ની જનતાના રૂપિયાનો વેડફાટ ના થાય અને લોકોને સમયસર પાણી મળી રહે પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરતા સમસ્યા ઉદભવે છે ત્યારે વડોદરા શહેર મચ્છી પીઠ વિસ્તાર માં છેલ્લા 15 દિવસમાં અનેક વિશાળ ભુવા પડ્યા છે વધુમાં સામાજિક કાર્યકર્તા એ જણાવ્યું હતું.
Reporter: admin







