News Portal...

Breaking News :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું

2024-06-19 12:43:49
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, વિદેશ મંત્રી એસ જયશંકર અને 17 દેશોના રાજદૂતો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના ઉદ્ઘાટન સાથે બિહાર પણ પોતાનો ખોવાયેલો વારસો પાછો મેળવ્યો છે.


PM મોદીએ ઉદ્ઘાટન પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નાલંદા યુનિવર્સિટીની તસવીરો શેર કરી હતી. આ સાથે તેમણે લખ્યું, “આજનો દિવસ આપણા શિક્ષણ ક્ષેત્ર માટે ખૂબ જ ખાસ છે. આજે રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન થશે. નાલંદાનું આપણા ગૌરવશાળી ઈતિહાસ સાથે ઊંડું જોડાણ છે."બિહારમાં પૂર્ણ થયેલ નાલંદા યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન અવશેષોના સ્થળની નજીક છે. આ યુનિવર્સિટીની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ, 2010 હેઠળ કરવામાં આવી હતી.


આ કાયદામાં યુનિવર્સિટીની સ્થાપના માટે વર્ષ 2007માં ફિલિપાઈન્સમાં યોજાયેલી બીજી ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયનો અમલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. બિહાર અને દેશભરના વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીમાં ઘણા પ્રકારના અભ્યાસક્રમોનો અભ્યાસ કરવાની તક મળશે.નાલંદા યુનિવર્સિટીની સ્થાપના પાંચમી સદીમાં થઈ હતી. તે સમયે દુનિયાભરમાંથી લોકો અહીં અભ્યાસ માટે આવતા હતા. આ યુનિવર્સિટીને વિશ્વભરમાં ઓળખવામાં આવી હતી અને તે પ્રદેશના સૌથી મોટા કેન્દ્ર તરીકે જોવામાં આવી હતી.

Reporter: News Plus

Related Post