લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી ત્યારે વડાપ્રધાન નરેંદ્ર મોદી નીતીશ કુમાર અને ચંદ્રા બાબુ ને પૂછ્યા વિના પાણી પી નહીં શકે. પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી બાજપાઈના કહ્યા મુજબ નરેન્દ્ર મોદીને રાજ ધર્મ નીભાવવો પડશે.
એનડીએને બહુમતી મળ્યા પછી હવે ગઠબંધન સરકારની રચનાની તૈયારીઓ તિવ્ર થઈ ગઈ છે. રાજધાની દિલ્હીમાં એનડીએના સંસદીય પક્ષની શુક્રવારે બેઠક મળી હતી જેમાં કાર્યવાહક પીએમ નરેન્દ્ર મોદીની સંસદીય પક્ષના નેતા તરીકે પસંદગી થઈ છે . ત્યાર પછી ૯ જૂને પીએમ મોદી મંત્રીઓ સાથે શપથ લે તેવી સંભાવનાઓ છે. જોકે, આ પહેલાં ૧૬ સાંસદો સાથે એનડીએમાં બીજા સૌથી મોટા પક્ષ ટીડીપીએ સાત મંત્રાલય જ્યારે ૧૨ સાંસદો ધરાવતા જેડીયુએ મહત્વના મંત્રાલયો અને આંધ્ર પ્રદેશ તથા બિહારને વિશેષ રાજ્યના દરજ્જાની માગણી કરી છે.
બંને પક્ષો કિંગમેકરની ભૂમિકામાં હોવાથી નવી સરકાર માટે મુશ્કેલી ઊભી થઈ છે. લોકસભામાં ભાજપ ૨૪૦ બેઠક સુધી મર્યાદિત રહેતા એકલા હાથે સરકાર બનાવી શકે તેમ નથી ત્યારે એનડીએમાં ૧૬ બેઠકો સાથે ટીડીપીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ અને ૧૨ બેઠકો ધરાવતો જેડીયુના પ્રમુખ નીતિશ કુમાર 'કિંગમેકર'ની ભૂમિકામાં છે. આ બંને પક્ષો વિના ભાજપ પોતાના બળે સરકાર રચવા સક્ષમ નથી.
Reporter: News Plus