News Portal...

Breaking News :

વડોદરાનું ગૌરવ : વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની તાલીમાર્થી બહેન U-14 ગર્લ્સ સિંગલમાં વિજેતા

2025-05-02 19:21:04
વડોદરાનું ગૌરવ : વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની તાલીમાર્થી બહેન U-14 ગર્લ્સ સિંગલમાં વિજેતા




ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન દ્વારા તા. ૨૭ થી ૨૯ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન આયોજીત U-14 સિંગલ કક્ષાની ટેનિસ સ્પર્ધામાં વડોદરાનું નામ ઝળહળ્યું છે. આ સ્પર્ધામાં વડોદરાના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તાલીમ લઈ રહેલી ઈવા માંગરોલિયા વિજેતા બની છે, તો રનર-અપ થયેલી પુષ્ટિ પીપલિયા પણ આ જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તાલીમ લઈ રહી છે. 


વડોદરાનું ગૌરવ વધારનાર આ બંને છાત્રાઓ વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ટેનિસ કોચ વંદના પટેલ પાસે તાલીમ લઈ રહી છે. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી વિસ્મય વ્યાસે બંને બાળાઓને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી.



...

Reporter: admin

Related Post