દિલ્હી ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે ગંગા એક્સપ્રેસવે પર આજે શુક્રવારે વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યા હતાં. શાહજહાંપુરના જલાલાબાદમાં બનાવવામાં આવેલા હવાઈ મથક પર રાફેલ, જેગુઆર, અને સુખોઈ જેવા લડાકૂ વિમાનો ઉતારવામાં આવ્યા છે.
બપોરે 12.41 વાગ્યે વાયુસેનાનું AN-32 વિમાન લેન્ડ થયુ હતું. વિમાને આશરે પાંચ મિનિટ સુધી ઉડાન ભરી હતી. ત્યારબાદ રનવે પર ઉતરાણ કરાવ્યું હતું. આશરે એક વાગ્યે આ વિમાન અહીંથી ટેકઓફ થયો હતો. રનવે પર વાયુસેનાના હેલિકોપ્ટર પણ લેન્ડ થયા હતા.ગંગા એક્સપ્રેસવે પર આશરે દોઢ કલાક સુધી લડાકૂ વિમાનોનું હવાઈ પરિક્ષણ થયું હતું. લડાકૂ વિમાનોએ હવામાં કરતબ બતાવ્યા હતાં. રાત્રે પણ આ રનવે પર લડાકૂ વિમાનો લેન્ડ થશે. દેશના ઈતિહાસમાં પહેલી વાર કોઈ એક્સપ્રેસ વે પર લડાકૂ વિમાનોનું નાઈટ લેન્ડિંગ થશે. કટરા-જલાલાબાદ હાઈવે આ લેન્ડિંગ દરમિયાન ત્રણ કલાક સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.
વાયુસેનાના આ એર શૉનો ઉદ્દેશ યુદ્ધ તથા આપાતકાલીન સ્થિતિમાં એક્સપ્રેસવેને વૈકલ્પિક રનવે તરીકે ઉપયોગ કરવાનો છે. ગંગા એક્સપ્રેસવે દેશનો પ્રથમ રનવે છે, જ્યાં લડાકૂ વિમાન રાત-દિવસ બંને સમયે લેન્ડિંગ કરી શકશે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી રનવેની બંને બાજુએ આશરે 250 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. વાયુસેનાએ રનવેને પહેલાં જ પોતાના અધિકાર ક્ષેત્રમાં લઈ લીધો હતો. દિવસ અને રાત્ર બંને સમયે લેન્ડિંગનું આયોજન કરવા પાછળનું ગણિત એર સ્ટ્રિપની નાઈટ લેન્ડિંગ ક્ષમતાઓનું પરિક્ષણ કરવાનું પણ છે.
Reporter: admin