વડોદરા : અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ ઊભી થયેલી ગેરકાયદે વસાહતો જેવી સ્થિતિ વડોદરામાં પણ જોવા મળી છે.

પાણીગેટમાં રાજા-રાણી તળાવ અને અજબ તળાવ આસપાસ સરકારી જમીન પર 500થી વધુ કાચાં-પાકાં મકાનોનાં દબાણો ઊભાં કરાયાં છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આજવાથી આવતી અને રાજા-રાણી તળાવમાંથી જતી પાણીની ફીડર લાઈન પર 100થી વધુ મકાનો ખડકી દેવાયા છે.જ્યારે રાજા-રાણી તળાવ અને અજબ તળાવ વચ્ચેની દીવાલ પર 10 ફૂટ પહોળો બ્રિજ બનાવ્યો છે. ગંદકીથી ખદબદતા આ વિસ્તારમાં અંદાજે 500થી પણ વધુ કાચા-પાકા મકાનો બની ગયા છે. આ બન્ને તળાવ આસપાસ હિન્દુ અને મુસ્લિમ રહે છે.ચંડોળા તળાવ પાસે જે રીતે ગેરકાયદે દબાણો દૂર કરાયા તે રીતના જ ગેરકાયદે દબાણો વડોદરાના કેટલાક તળાવોની આસપાસ પણ છે. હવે તેને પણ દૂર કરવાની માંગ ઉઠી છે.

આ અંગે સાંસદ હેમાંગ જોશીએ વાતચીતમાં જણાવ્યું કે, વડોદરામાં ઘણી જગ્યાઓ પર ગેરકાયદે દબાણો ઉભા કરાયા છે તેને દૂર કરવા જોઈએ.આ સમગ્ર બાબતે અગાઉ જાણ કરેલી હોવા છતા કોઈ નક્કર પગલા લેવાયા નથી.કબ્રસ્તાનમાં જવા ગેરકાયદે બ્રિજ બનાવી દીધો આ ઐતિહાસિક તળાવ પરથી બે ફીડર લાઈનો છેક આજવા સરોવરમાંથી આવી રાજા-રાણી તળાવમાં થઈ શહેરમાં આવે છે. આ લાઈનો પર ગેરકાયદે દબાણો થઈ ગયા છે. આ સિવાય મેન ફીડર લાઈનમાં ઘણી જગ્યાએ લીકેજ થવાથી રાજા-રાણી તળાવ ભરાયેલું દેખાય છે. જ્યારે તેની બાજુમાં અજબ તળાવ ખાલીખમ છે કારણ કે, અજબ તળાવમાં આવતા વરસાદી પાણીની જગ્યાએ (ઘાટ ઉપર) બાંધકામ થયેલ છે. જેના લીધે મહેતાપોળ, બાજવાડા, છીપવાડા, જુનીગઢી તેમજ આજુબાજુનું પાણી જે તે સમયે અજબ તળાવમાં ભેગું થતું હતું. એક સમયે પૂર્વ વિસ્તારનું પાણી ખોડીયારનગરથી પણ આ તળાવમાં આવતું હતું. જેની બે ફૂટવાળી દીવાલની મોટી કાંસ તે સમયે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી હતી.
Reporter: admin







