વડોદરા : વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા એમ એસ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના વિભિન્ન પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.

એમએસ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના વિવિધ પ્રશ્નોને લઈનેવિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન ના અધ્યક્ષ નિલેશ વસઈકરએ યુનિવર્સિટીની હંસા મહેતા લાયબ્રેરીનું A.C બંધ છે. તેમજ પીવાના પાણીની સમસ્યા ને લઈને હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરી મયંક ત્રિવેદીને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

એમ.એસ. યુનિવર્સિટીની હંસા મહેતાની લાયબ્રેરીમાં ઘણા વર્ષોથી A.C. બંધ હાલતમાં છે હાલ ઉનાળોનો તાપ ૪૨-૪૫ ડિગ્રી પર વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવે છે પરંતુ સુવિધા આપવામાં આવતી નથી. પીવાના પાણીનો પણ પ્રશ્ન ગંભીર છે .વહેલી તકે સમસ્યાનો નિરાકરણ લાવવાનો વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન અધ્યક્ષ એ કરી હતી.




Reporter: admin