વડોદરા : આગામી 26,27 અને 28 જૂન 2025 દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ થનાર છે જેમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી થકી શ્રેષ્ઠ નાગરીક, શ્રેષ્ઠ નાગરીક થકી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ થકી શ્રેષ્ઠ રાષ્ટ્ર નું નિર્માણ” -- વિદ્યાર્થીઓ માટે આ તકનું નિર્માણ એટલે જ શાળા પ્રવેશોત્સવ આપવામાં આવશે.

બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાલવાટિકા થી ધોરણ- ૮ સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતાં ક્રમશ: ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘદ્રષ્ટા ભારતના પનોતાપુત્ર માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ઉમદા વિચારધારાની ફળશ્રુતિ રૂપ એક પાયાની શીલા સમાન ઉત્સવ એટલે આ "શાળા પ્રવેશોત્સવ". તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દિકરાઓ અને દિકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે અને સાથે- સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યાં.

જેનું પરિણામ એ આવ્યું કે, આજે વર્ષોથી ઉજવવામાં આવતા "શાળા પ્રવેશોત્સવ" નાં કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ ૧૦૦% પહોંચવા આવ્યું છે. જ્યારે શાળા છોડવાનું પ્રમાણ ખૂબ જ ઓછું થયેલ છે. જે ગુજરાત રાજ્ય માટે એક અમુલ્ય ઉપલબ્ધિ સમાન છે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ "શાળા પ્રવેશોત્સવ" ની ઉજવણી થવા જઈ રહી છે. જેમાં ૧૨૧ પ્રાથમિક શાળાઓ (જેમાં ૧૦૨ ગુજરાતી માધ્યમ, ૧૩ હિન્દી માધ્યમ અને ૦૬ અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે) "શાળા પ્રવેશોત્સવ" ની ઉજવણી હાથ ધરવામાં આવી છે.

Reporter: admin