News Portal...

Breaking News :

અસામાજીક તત્વો દ્વારા શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકતા પોલીસ મથકે પત્રકાર પરિષદ

2025-08-26 13:19:59
અસામાજીક તત્વો દ્વારા શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકતા પોલીસ  મથકે પત્રકાર પરિષદ


વડોદરા : પાણીગેટ વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. 25 ઓગસ્ટની રાત્રે લગભગ 3 વાગ્યે, નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યાં હતા. 


આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો વડોદરા સિટી પોલીસ સક્રિય થઈ હતી. સિટી પોલીસ મથકના પી.આઈ. રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, આ ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.તપાસ માટે એસીપી, ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને FSLની ટીમો કામે લાગી છે. સવારે 4 વાગ્યે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ ચાલી રહી છે. આરોપીઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે. જેને લઈ ઝોન ચાર ના એન્ડુ મેકવાન સીટી પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજાઈ માહિતી આપી હતી.

Reporter: admin

Related Post