વડોદરા : ગણેશોત્સવને ઘડીઓ બાકી છે હાલ વડોદરામાં પોલીસના લોંખડી બંદોબસ્ત વચ્ચે આગમનયાત્રા ધામધૂમથી નીકળી રહી છે.

ત્યારે ગતરાત્રે પાણીગેટ પાસે માંજલપુરના ગણેશ મંડળની આગમનયાત્રા પર કાંકરીચાળો કરવામાં આવ્યો હતો.આ ઘટનાથી ગણેશ ભક્તોમાં આક્રોશ છે. બીજીબાજુ વડોદરાની શાંતિ માટે અડીખમ પોલીસે ઘટનામાં ત્વરિત કાર્યવાહી કરી છે,આ સમગ્ર ઘટના વિષે ડીસીબી પોલીસે માહિતી આપી હતી,જેમાં ડીસીબીએ જણાવ્યું હતું કે, શ્રીજીની આગમનયાત્રા પર કાંકરીચાળા મામલે 7ને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.

જેમની પુછપરછ કરવામાં આવી રહી છે સાથે જ આગામી ગણેશોત્સવને ધ્યાનમાં રાખી ગણેશજીની આગમનયાત્રાઓ સુરક્ષિત નીકળે તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.



Reporter: admin







