ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ નર્મદા જિલ્લાની બે-દિવસીય મુલાકાતે છે, જેના પ્રથમ દિવસે તા. 26મી ફેબ્રુઆરી, બુધવારે મહાશિવરાત્રિના પાવન અવસરે તેઓનું VVIP સર્કિટ હાઉસ એકતાનગર ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ સાથે નર્મદા જીલ્લામાં પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, SSNNLના ચેરમેન મુકેશ પુરી, લેફ્ટેનન્ટ કર્નલ કે.પી. સિંઘ, જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત ઉચ્ચ અધિકારીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
Reporter: admin