News Portal...

Breaking News :

ક્યાંય ના ચાલે તેવા ઉમેદવારોને,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાણાજીની કૃપાથી ક્લાસ વન નોકરી

2025-02-27 10:11:24
ક્યાંય ના ચાલે તેવા ઉમેદવારોને,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાણાજીની કૃપાથી ક્લાસ વન નોકરી


વડોદરા કોર્પોરેશનના  મ્યુનિ.કમિશનર રાણાજીને સરકારે આપેલી સત્તાનો દુરપયોગ કરીને મનફાવે તે રીતે કોર્પોરેશનનો વહિવટ કરી રહ્યા છે. પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતીમાં જે રીતે રાણાજીએ બિનઅનુભવી અને લાયકાત વગરના ઉમેદવારોની પસંદગી કરી છે તેમાં રીતસર તેમની મનમાની જોવા મળી છે. કોર્પોરેશનની સીધી ભરતીમાં પણ પાલિકાના જે હંગામી કર્મચારીઓ છે તેમને 50 ટકા રિઝર્વેશન આપી રહ્યા છે. આ રિઝર્વેશનનો લાભ કેમ તે સવાલ ઉભો થયો છે. આનો મતલબ એ થાય છે કે જે કર્મચારી 54માં નંબરે હોય તે કર્મચારીને પહેલા નંબરે લાવી દેવાય છે. કોર્પોરેશનમાં ચીફ ફાયર ઓફિસરની ભરતીનો વિવાદ કે પછી પીએ ટુ કમિશનરની ભરતી હોય બંને જગ્યા પર મોટા ગોટાળા થયા હોવાની ચર્ચા પાલિકા વર્તુળોમાં ચાલી રહ્યા છે. નવાઇની વાત એ છે કે પાલિકામાં ઇલેકટ્રીકલ , મિકેનિલ કે સીવીલ વિભાગમાં જે એન્જિનિયરોની ભરતી થાય છે તેમાં ભરતી લેવા પરીક્ષા લેવાય છે અને મેરિટ મુજબ પસંદગીનું નાટક કરાય છે પણ સિવીલ વિભાગમાં જે એન્જિનયરની ભરતી થાય છે તેમાં કોર્પોરેશનના હંગામી કર્મચારીઓને 50 ટકા રિઝર્વેશન આપવામાં આવ્યું છે જે તદ્દન ગેરકાયદેસર છે. જો તમે સિવીલ વિભાગના પાલિકાના હંગામી કર્મચારીઓને 50 ટકા અનામતનો લાભ આપો છો તો ઇલેકટ્રીકલ અને મિકેનીકલ વિભાગના હંગામી કર્મચારીઓને આ લાભ કેમ અપાતો નથી તેનો જવાબ રાણાજીએ આપવો જોઇએ, જો તમારે આ રીતે જ લેવાના હોય તો પછી ભરતીનું નાટક શા માટે કરો છો. તમામ ભરતીમાં પરીક્ષાનું નાટક તો કરાય છે પણ છેલ્લે રાણાજી નક્કી કરે તે જ ઉમેદવારની પસંદગી થાય છે. તમે સિવીલમાં 50 ટકા પાલિકાના હંગામી કર્મચારીઓની ભરતી કરો છો તો સિવીલમાં જ રહેલા વર્ષોનો અનુભવ ધરાવતા કાયમી કર્મચારીને આ પોસ્ટ પર પ્રમોશન કેમ આપતા નથી તેનો જવાબ રાણાજીએ આપવો જોઇએ. તમે હંગામીને આ રીતે લાભ આપીને કેમ પ્રમોટ કરો છો. અને જો પાલિકાને ફાયદો થતો હોય તો પછી માત્ર સિવીલ વિભાગમાં જ કેમ આ પ્રકારનો અનામતનો લાભ આપવામાં આવ્યો છે. તમારે લાભ આપવો જ હોય તો કોર્પોરેશનના તમામ વિભાગોમાં ભરતી પ્રક્રિયામાં 50 ટકા રિઝર્વેશનનો લાભ પાલિકાના કર્મચારીઓને આપોને પણ રાણાજી પોતાની મનમાની ચલાવીને ભરતીમાં ગોટાળા કરી રહ્યા હોય તેમ પાલિકાના વર્તુળોમાં ચાલી રહી છે. કમિશનરે એવા જ નિયમો બનાવ્યા છે તેમાં જ આ ગોટાળા જોવા મળ્યા છે અને નવાઇની વાત એ છે કે જે ઉમેદવારનો મેરિટમાં પહેલો નંબર હોય તેની પસંદગી થતી નથી પણ જેનો 80માં ક્રમાંકે નંબર હોય તેની ભરતી કરી દેવામાં આવે છે.ડે.ચીફ ફાયર ઓફિસરની ભરતીમાં નૈતિક ભટ્ટને પહેલા રિજેક્ટ કર્યો હતો અને પાછળથી તેની યેનકેન ભરતી કરી દેવાઇ હતી તે વાત પણ સૌ જાણે છેવાસ્તવમાં એવુ લાગી રહ્યું છે કે રાણાજી સરકારે આપેલી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. અને રાણાજી પોતાની મનમાની ચલાવી રહ્યા છે. સીધી ભરતીમાં પણ પાલિકાના જે હંગામી કર્મચારીઓ છે તેઓને 50% રિઝર્વેશન આપી રહ્યા છે. હવે સિવિલમાં પણ  કર્મચારીને લેવા માટે  સરકાર વિરુદ્ધ નિયમો બનાવ્યા છે અને આરઆર  એવા બનાવ્યા કે બીજો કોઈ પ્રતિસ્પર્ધી આવે જ નહીં. મ્યુનિસિપલ કમિશનરનાં હાલ એક પછી એક વિવાદો બહાર આવી રહ્યા છે.મેરીટ પ્રમાણે કોઈપણ નંબર હોય પહેલા નંબરે  ઉમેદવારને લઈ આવે છે. રાજ્ય સરકાર જો પાલિકામાં ભરતીની તપાસ કરાવે તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે તેમ છે. 



આ ભરતીઓ ખાસ જોઇ લો જેમાં માત્ર સિવીલમાં જ અનામતનો લાભ અપાયો છે.
1...કોર્પોરેશન દ્વારા એકજીક્યુટીવ એન્જિનિયર  ઇલેક્ટ્રિકલ  જાહેરાત ક્રમાંક 144 / 20- 21 અપાઇ હતી તેની પરીક્ષા લેવાઈ ગઈ છે, અને એપોઇન્ટમેન્ટ લેટર બાકી છે. (જગ્યા-01 ) આ પરીક્ષામાં 162  ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
  2...એકજીક્યુટીવ   એન્જિનિયર મિકેનિકલ જાહેરાત ક્રમાંક 144 / 20- 21ની ભરતીની પરીક્ષા લેવાઈ ગઈ છે તેમાં  એપોઇન્ટમેન્ટ લેટર બાકી છે. (જગ્યા-01 ), પરીક્ષામાં 187 ઉમેદવારો એ પરીક્ષા આપી છે.  
3..એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જાહેરાત ક્રમાંક 144 / 20- 21ની ભરતીમાં પરીક્ષા લેવાઈ ગઈ છે, ઉમેદવારી નોકરીની ફરજ ઉપર હાજર થઇ ગયા છૅ., અને તેમાં 645 ઉમેદવારોએ પરીક્ષા આપી  હતી. 
4...એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ  જાહેરાત ક્રમાંક 144 / 20- 21, પરીક્ષા લેવાઈ ગઈ છે તેમાં ઉમેદવારો નોકરી ફરજ ઉપર હાજર થઇ ગયા અને 770 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.  5... ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ  જાહેરાત ક્રમાંક 172 / 20- 21, પરીક્ષા લેવાઈ ગઈ છે, પરીક્ષા થઇ ગઈ પણ આરઆર  એવા બનાવ્યા કે, બીજો કોઈ ઉમેદવાર સિલેક્ટ થઈ જ ના શકે અને તેમાં  પાલિકાના કર્મચારીને 50% રિઝર્વેશન લાભ આપવો તેવો નિયમ બનાવ્યો છે, (જગ્યા-3 )જેમાં 114 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
6... આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ જાહેરાત ક્રમાંક 172 / 20- 21, પરીક્ષા લેવાઈ ગઈ છે, ઉમેદવારો ફરજ ઉપર હાજર થઇ ગયા  છે પણ તેમાં પણ પાલિકાના કર્મચારીને 50% રિઝર્વેશ લાભ આપવો તેવો નિયમ બનાવી દેવાયો છે જેમાં,(જગ્યા-16) 583 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
 7...એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવીલ જાહેરાત ક્રમાંક 172 / 20- 21માં પરીક્ષા લેવાઈ ગઈ છે, ઉમેદવાર નોકરી ફરજ ઉપર હાજર થઇ ગયા છૅ. પણ પાલિકાના કર્મચારીને 50% રિઝર્વેશ લાભ આપવો તેવો નિયમ બનાવી દેવાયો છે.(જગ્યા-36 )
 જેમાં 1929 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી!!
 8...એકઝીક્યુટીવ એન્જિનિયર સિવિલ જાહેરાત ક્રમાંક 556 / 23- 24માં  પરીક્ષા લેવાઈ ગઈ છે,(જગ્યા-03) અને તેમાં 154 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 
કમિશનરે સરકારના ભરતીના નિયમોના ધજાગરા ઉડાવ્યા...આમ તો જ્યારે સરકારની સીધી ભરતી હોય, તેમાં સરકારની અંદર જ વિભાગમાં ફરજ બજાવતા કોઇ પણ કર્મચારીને 50% લાભ આપવો એવો કોઈ નિયમ હોતો નથી. મ્યુનિ કમિશનર પોતાની સત્તા નો દૂર ઉપયોગ કરે છૅ.સીધી ભરતીમાં અંદરવાળા એટલે કે સરકારમાં જ ફરજ બજાવતા કર્મચારીઓ અને બહારના ઉમેદવારો માટે નિયમ સરખા જ હોય છે. પરંતુ કમિશનર પોતાની મનમાનીના નિયમો બનાવે છે અને પોતાના માનિતા 50% કર્મચારીઓને સેટ કરી દે છે. તેમણે સરકારના નિયમોના ધજાગરા ઉઠાવીને પાલિકાના જ કર્મચારીઓને  50% રિઝર્વેશન નિયમ વિરુદ્ધ આપી દઇ ગોટાળા કર્યા છે.નવાઇની વાત એ છે કે પાલિકાની સીધી ભરતી માં તેઓ સિવિલના જ કર્મચારીઓને 50% પાલીકામાંથી ભરતી કરવા જે લોકો હંગામી ધોરણે ફરજ બજાવે છે તેનો નિયમ બનાવીને લાભ આપે છે પણ પાલિકામાં જ ફરજ બજાવતા ઇલેક્ટ્રિકલ કે મિકેનિકલ ના કર્મચારીઓને લાભ આપતા નથી. કમિશનર પોતાના સગવડિયા નિયમ બનાવે છે. 


જો તેમને સિવિલના કર્મચારીઓને લાભ આપવો હોય તો બીજા ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને અન્યાય કેમ કરાઇ રહ્યો છે તેની સ્પષ્ટતા રાણાજીએ કરવી જોઇએ. આના પરથી લાગે છે કે મ્યુનિસિપલ કમિશનર ફક્ત સિવિલ એન્જિનીયરને જ લાભ આપે છે પાલિકાના કાયમી કર્મચારીઓને કેમ પ્રમોટ કરાતા નથી...જ્યારે ચીફ ફાયર ઓફિસરની ભરતી બહાર પડી, ત્યારે તેઓ વડોદરાના અને ગુજરાતના નહીં પરંતુ મહારાષ્ટ્રમાંથી કર્મચારી લઈ આવ્યા છે. આ કેસમાં તેઓ ફાયર ના જ અનુભવી કર્મચારીને પ્રમોશન આપીને ફાયર ઓફિસર બનાવી શકત. જો કોઇ કર્મચારી પાલિકામાં કાયમી છે અને અનુભવી છે  તો તેઓને પ્રમોશન આપવું જોઈએ.તેવી સ્પષ્ટ લાગણી પાલિકાના કર્મચારીઓમાં જોવા મળી રહી છે. પોતાના ફાયદા માટે કુલડીમાં ગોળ ભાંગી રહ્યા છે...આનો મતલબ એ થાય છે કે કોર્પોરેશનમાં ઓળખીતા  માનીતા કે બિન અનુભવી કર્મચારીઓ કે અધિકારીઓની ભરતી થશે. આવા કિસ્સાઓમાં વડોદરાવાસીઓને શું ફાયદો થશે તેની જાણ પણ કમિશનર રાણાજીએ કરવી જોઇએ . આવા અધિકારીઓની ભરતી કરીને તેઓ વડોદરાવાસીઓને આગામી 30 વર્ષ સુધી આવા અધિકારીઓને થોપી રહ્યા છે. આવું કેમ તેનો જવાબ કોઇ આપતું નથી. પોતાના ફાયદા માટે વડોદરા કોર્પોરેશનના ફાયદા કે વડોદરાવાસીઓના ફાયદા વિશે કોઇ તસ્દી લેવા માગતું નથી. બધા અદંરો અંદર કુલડીમાં ગોળ ભાંગી રહ્યા છે. સિવીલના એક મહિલા કર્મચારી માટે આખો તખ્તો ગોઠવાયો...મહાનગરપાલિકામાં એક  પત્રિકા ફરતી થઈ છે. અને ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેમાં જણાવાયું છે કે સીધી ભરતીની અંદર  જે લોકો હંગામી ધોરણે  પાલિકામાં ફરજ નિભાવે છે  તેઓને 50% રિઝર્વેશન કેવી રીતે અપાય. પાલીકાના વર્તુળોમાં તો ચર્ચા એવી છે કે નાયબ કાર્યપાલક એન્જિનિયરિંગ સિવિલની અંદર મ્યુનિસિપલ કમિશનરે  આરઆર  એવા બનાવ્યા છે કે પહેલો નંબર હોય કે છેલ્લો નંબર હોય એ જ ઉમેદવાર આવે. સિવિલના એક મહિલા કર્મચારીને લેવા માટે  કમિશનરે આખો તખ્તો તૈયાર કર્યો છે. નિયમો એવા બનાવ્યા કે એક જ ઉમેદવાર ભરતીમાં આવી શકે. સીધી ભરતી હોય તો નિયમ એક સરખા હોય, પાલિકાના અંદરના કર્મચારીઓ હોય કે બહારના કર્મચારી હોય એક જ તક હોય.માનીતાઓને ફાયદો કરાવાનો કારસો... વાયરલ થયેલી પત્રિકા માં જણાવાયું છે કે કોર્પોરેશનનો સામાન્ય વહિવટ વિભાગ, કમિશનર, સ્થાયી સમિતી ચોક્કસ માનીતાઓને ફાયદો કરાવવા માટે સરકારના ધારાધોરણોની વિરુદ્ધનાં ભરતીના નિયમો બનાવી ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલા છે. આ બધાના કારણે જ આજે વડોદરા, સુરત અને અમદાવાદથી પાછળ છે. જેનો ભોગ પ્રજા અને લાયક ઉમેદવારને ભોગવવો પડે છે. ખરેખર તો જીપીએમસીના કાયદા મુજબ ભરતીના નિયમો રાજ્ય સરકાર સાથે સુસંગત હોય તે મુજબના અને રાજ્ય સરકારની મંજૂરી મેળવ્યા બાદ જ બદલી શકાય છે છતાં વડોદરા કોર્પોરેશન પોતાના માનીતાઓને ફાયદો કરાવવા તેનું છડેચોક ઉલ્લંઘન કરે છે. સીધી ભરતીમાં આવું અંદરના લાગતા વળતાનું નિયમ વિરુદ્ધનું આરક્ષણ દુર કરી તમામને સીધી ભરતીની 100 ટકા જગ્યાઓ માટે સ્પર્ધા કરવાનો મોકો મળે તે માટે આ અનામત દુર કરવી જોઇએ અને મનસ્વીપણે સત્તાનો દુરપયોગ કરવાવાળા પર કડક પગલાં લેવાવા જોઇએ સરકારના નિયમોની વિરુદ્ધ જઇ કામગીરી કરાઇ...હવે તો  સરકારી નિયમ મુજબ, રોસ્ટર પદ્ધતિ પ્રમાણે રિઝર્વેશન આપ્યું છે કે નહીં એ પણ તપાસનો વિષય છે. સરકારના નિયમ મુજબ ફોલો અપ કરવું જોઈએ. સરકારના નિયમ વિરુદ્ધ જઈને કામગીરી કરાઇ રહી છે. જે કર્મચારીઓને અગાઉ હંગામી ધોરણે લેવામાં આવ્યા હશે  તેઓ પાસે પૂરતો અનુભવ, કે ભણતરનું અનુભવ  ઓછો માગવામાં આવ્યો હશે. આતો પાલિકાએ જ અનુભવ આપ્યો, અને પાલિકાએ રિઝર્વેશન આપીને, કર્મચારીઓને કાયમી કરી દીધા. હંગામી નાયબ કાર્યપાલક ઇજનેર હેતલ રુપાપરાની ભરતી સામે પ્રશ્નો...કોર્પોરેશનમાં હંગામી કર્મચારી તરીકે નાયબ કાર્યપાલક ઇજનેર , હેતલબેન રુપાપરા  જેઓ અગાઉ  પાણી પુરવઠા માં ફરજ બજાવતા હતા, ત્યારબાદ તેઓને  હંગામી કર્મચારી હોવા છતાં રોડ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર બનાવી દીધા. પાલિકાના વર્તુળો માં તો એવી ચર્ચા એવી પણ છે કે  સ્થાયી સમિતિની અંદર જ્યારે વિભાગના હંગામી કર્મચારીને કાર્યપાલક એન્જિનિયર બનાવી દેવાતા સ્થાયી સભ્ય હેમીશા ઠક્કરે તેનો વિરોધ પણ કર્યો હોવાને માહિતી મળી છે. જો કે પાલિકાના વર્તુળોમાં ચર્ચા એવી પણ છે કે તેઓને કાયમી કરવા માટેનો તખતો ગોઠવી દેવામાં આવ્યો છે.રાજ્ય સરકાર તપાસ શરુ કરશે ત્યારે દંડા પડશે તે ચોક્કસ છે...કોર્પોરેશન દ્વારા જે રીતે બિનઅનુભવી અને લાયકાત વગરના ઉમેદવારને ચીફ ફાયર ઓફિસર બનાવી દીધો છે  જ પ્રમાણે લાયકાત વગરના કર્મચારીને પીએ ટુ કમિશનર બનાવી દીધો છે. સમગ્ર મામલાનો પર્દાફાશ થતાં કમિશનર અને ચીફ ફાયર ઓફિસર કોઇ ફોન પણ રિસીવ કરતા નથી. બંને હવે જવાબો ગોતવામાં પડ્યા છે. આગામી દિવસોમાં આ બંને ભરતી કેવી રીતે કરાઇ, કેવા નિયમો અંતર્ગત કરાઇ તેની તપાસ જ્યારે રાજ્ય સરકાર કરશે ત્યારે કમિશનર રાણાજી અને ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને જવાબ આપવો અઘરો પડી જશે તે વાત ચોક્કસ છે. અત્યારે ભલે બંને એવું માનતા હોય કે આ વિવાદમાં કોઇનું કશુ બગડવાનું નથી પણ જ્યારે બગડશે ત્યારે તેમની સાથે કોઇ પદાધીકારી પણ નહી ઉભો રહે તે વાત ચોક્કસ છે.કોર્પોરેશનમાં આ બે માત્ર જગ્યાઓ પરની ભરતી નહી પણ જે જે ભરતીમાં આ પ્રકારે ગોટાળા કરાયા હોય તેમાં અત્યારથી જ કાર્યવાહી કરાશે તો કદાચ રાજ્ય સરકારના દંડાથી બચી પણ જવાશે.મદદગારી વગર આવા કબાડા કરવા અશક્ય છે.

Reporter: admin

Related Post