પેરિસઃ રશિયા-યુક્રેન વચ્ચે ચાલતાં યુદ્ધને લઈ મોટા સમાચાર છે. અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી યુદ્ધ ખતમ કરવાનો વાયદો કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસમાં મેક્રો અને ઝેલેંસ્કી સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પ પેરિસમાં ‘નોટ્રે ડેમ કૈથેડ્રલ’ ફરી ખોલવામાં આવ્યો તેના ભવ્ય ઉત્સવમાં સામેલ થવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં સાથે મુલાકાત કરી હતી. તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીને પણ મળ્યા હતા.ટ્રમ્પની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણકે યુક્રેન-રશિયા યુદ્ધને લઈ ટ્રમ્પની નીતિ બાઇડેનથી અલગ છે. તેઓ અનેક વખત યુદ્ધ ખતમ કરવાનો વાયદો કરતાં જોવા મળ્યા છે.
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ ટ્રમ્પે પ્રથમ વખત ઝેલેંસ્કી સાથે મુલાકાત કરી હતી. આ કારણે મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા પણ ટ્રમ્પે તેઓ યુદ્ધને ખતમ કરાવી દેશે તેમ કહ્યું હતું.યુક્રેનના રાષ્ટ્રપતિએ તાજેતરમાં કહ્યું હતું કે, તેઓ અમેરિકાની ફોર્મુલા જોશે અને બાદમાં વાતચીત કરશે. પ્રથમ વખત જ ટ્રમ્પ અને ઝેલેંસ્કી વચ્ચે રૂબરુ વાત થઈ હતી. આ વખતે મેક્રોંની હાજરી પણ હતી. જેના પરથી ત્રણેયની મુલાકાત યુદ્ધ ખતમ કરવાની દિશામાં ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
Reporter: admin







