બ્લેક લિસ્ટ કરવાને લાયક હોય એવા કોન્ટ્રાક્ટરોની સામે પોલીસ ફરિયાદ કેમ નહીં ?
કોન્ટ્રાકટર સામે કડક પગલાં ભરવામાં અધિકારીઓનો પનો કેમ ટૂંકો પડે છે..
મ્યુનિસિપલ કમિશનર બાબુજીનાં રડારમાં આવેલ કોઈપણ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ છટકી શકશે નહી
કેમ્પ ઓફિસમાંથી ભાગ બટાઈના ધંધા કરનાર પૂર્વ કમિશનર રાણાજીના સમયમાં આવા કોન્ટ્રાક્ટરોને લીલાલહેર હતી

આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરી એમના નામ શહેરી વિકાસ વિભાગને મોકલી,ગુજરાતની તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા,અન્ય સરકારી વિભાગમાં નાના મોટા કામ ના આપવામાં આવે તેવા રાજ્ય સરકારે હુકમ કરવા જોઈએ*બોક્સ વગર હેડીગ
ગૌરવ પથના કામોમાં હલકી કક્ષાની કામગીરી કરનારા સૌરભ બિલ્ડર્સને બ્લેક લિસ્ટ કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા શરુ કરાઇ છે. શહેરમાં ગૌરવ પથ બનાવવામાં હલકી કક્ષાની કામગીરી આચરવામાં વિવાદીત બનેલા સૌરભ બિલ્ડર્સને કોર્પોરેશન દ્વારા એક બે નહી પણ 8 નોટિસ અપાઇ છે અને છતાં તેને બ્લેક લિસ્ટ કરીને તેને અપાયેલા કોન્ટ્રાક્ટર રદ કરાતા નથી.પાલિકા તંત્ર હજુ કેટલી રાહ જુવે છે તે સમજાતું નથી. રસ્તા બનાવવામાં હલકી ગુણવત્તાનું કામ કરવામાં માહેર સૌરભ બિલ્ડર્સે એટલી હલકી ગુણવત્તાની કામગીરી કરી છે કે તેની સામે ગુનો દાખલ થવો જોઇએ તેવી માગ ઉઠી રહી છે. શહેરના છાણી જકાતનાકાથી છાણી ગામ સુધી બનાવવામાં આવેલા ગૌરવ પથ બનાવવામાં કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ગૌરવ પથનો રોડ હલકી કક્ષાનો બનાવનાર સૌરભ બિલ્ડર્સને 8 નોટિસ આપીને શાસકોએ સંતોષ માની લીધો છે. અધિકારીઓની મીલીભગત વગર કોન્ટ્રાકટરોની હિંમત ના ચાલે. ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવા જોઈએ.

નોટિસ આપીને હાજર થવા જણાવાયું: ધાર્મિક દવે
કોર્પોરેશનના અધિકારી ધાર્મિક દવેને આ મુદ્દે પુછતાં તેમણે કહ્યું હતું કે કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સને આ મામલે નોટિસ આપીને હાજર થવા જણાવાયું છે. પણ હજુ તે મારી સમક્ષ હાજર થયો નથી. તેને સાંભળવાની એક તક આપીશું નહીંતર તેને બ્લેક લિસ્ટ કરવાની અમે તજવીજ કરીશું તે વાત ચોક્કસ છે.

Reporter: admin







