News Portal...

Breaking News :

વિશ્વામિત્રી પ્રોજેક્ટ કાગળ પર પુરો પણ ડંપરોમાં હજું ઓન ડ્યુટી વીએમસીના સ્ટીકરો

2025-07-15 09:45:39
વિશ્વામિત્રી પ્રોજેક્ટ કાગળ પર પુરો પણ ડંપરોમાં હજું ઓન ડ્યુટી વીએમસીના સ્ટીકરો


એક બિલ્ડીંગનો કાટમાળ ભરવા આવેલા ડંપરમાં સ્ટીકર લગાવાયેલું હતું..


કમિશનર અરુણ મહેશ બાબુ કોર્પોરેશનનો વહિવટ સ્વચ્છ કરવાના પ્રયાસો કરી રહ્યા છે પણ તેમના અધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતમાં રહેલા કોન્ટ્રાક્ટરો પોતાનું ઘર ભરવા અને ખિસ્સા ભરવા માટે એવા કરતૂતો કરે છે કે કમિશનર એક ડગલું આગળ ચાલે તો તે ચાર ડગલા પાચા ફરી જાય છે. મોટા ઉપાડે ખિસ્સા ભરવા માટે શહેરમાં શરુ કરાયેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં માટી અને ઝાંડી ઢાંકરા દુર કરા.ય તેને ઉંચકીને અન્ય સ્થળે લઇ જવ માટે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાયા હતા અને તે રાણાજીના કાર્યકાળમાં અપાયા હતા પણ હવે 100 દિવસ પૂર્ણ થઇ ચુક્યા છે અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ કાગળ પર પૂર્ણ થઇ ચુક્યો છે પણ હજું પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામો કરનારા ડંપરોમાં ઓન ડીયુટી વીએમસીના સ્ટીકર લગાવી ફરી રહ્યા છે. 


વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી પૂરી થઈ ગઈ તેમ છતાં ડમ્પરો ચાલકો વિશ્ર્વામીત્રી પ્રોજેક્ટ ના સ્ટીકરો લગાવીને ફરી રહ્યા છે.આ પરવાનગી કોણે આપી...? અથવા તો પછી કાર્યવાહી કોણ કરશે...? તેવા સવાલ ઉઠ્યા છે. પ્રોજેક્ટ જ્યારે ચાલુ હતો ત્યારે અવર જવરમાં છુટ રહે અને ઓળખ રહે તે માટે ઓન ડ્યુટી વિશ્વામિત્રી પ્રોજેક્ટના સ્ટીકર અપાયા હતા કોન્ટ્રાક્ટરોએ હવે પ્રોજેક્ટ પૂર્ણ થયો હોવા છતાં હજું પણ આ સ્ટીકર ઉતાર્યા નથી..એક બિલ્ડીંગનો કાટમાળ ભરવા આવેલા ડંપરમાં  સ્ટીકર લગાવાયેલું હતું. કોની મંજૂરીથી આ સ્ટીકર લગાવાયેલા છે તે સૌથી મોટો સવાલ છે.

Reporter: admin

Related Post